Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19 પેશન્ટની છેડતી કરનારા પકડાયો

મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19 પેશન્ટની છેડતી કરનારા પકડાયો

06 November, 2020 11:08 AM IST | Mumbai
Agency

મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19 પેશન્ટની છેડતી કરનારા પકડાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મલાડની એક હોસ્પિટલમાં કોવિડ-19 પેશન્ટની છેડતી કરનારા ૨૧ વર્ષના સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

કુરાર વિલેજની કોવિડ-૧૯ હોસ્પિટલમાં વહેલી સવારે પેશન્ટના રૂમમાં પ્રવેશ કરીને તેના પર કાબુ મેળવવાની કોશિશ કરનારા સિક્યોરિટી ગાર્ડ સંજય કોટેવારની પોલીસે બુધવારે ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



સિક્યોરિટી ગાર્ડના હુમલાથી ડરીને પિડીતાએ અલાર્મ વગાડતાં ડૉક્ટર અને નર્સે તેના રૂમમાં દોડી જઈ આરોપીને ઝડપી લઈને કુરાર વિલેજ પોલીસને સોંપી દીધો હતો. કુરાર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંકેએ કહ્યું હતું કે આરોપી સિક્યોરિટી ગાર્ડની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2020 11:08 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK