Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાંડુપના સ્પામાં પોલીસનો દરોડો ​: 9 યુવતી રેસ્ક્યુ કરાઈ

ભાંડુપના સ્પામાં પોલીસનો દરોડો ​: 9 યુવતી રેસ્ક્યુ કરાઈ

13 December, 2020 10:45 AM IST | Mumbai
Mumbai Correspondent

ભાંડુપના સ્પામાં પોલીસનો દરોડો ​: 9 યુવતી રેસ્ક્યુ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાંડુપ-વેસ્ટના એલબીએસ માર્ગ પર ચાલતા એક સ્પામાં મસાજના ઓઠા હેઠળ યુવતીઓ પાસે વેશ્યા વ્યવસાય કરાવાય છે એવી માહિતીના આધારે શુક્રવારે રાતે પોલીસે રેઇડ પાડી ત્યાંથી ૯ યુવતીઓને છોડાવાઈ હતી.

ભાંડુપના એલબીએસ રોડ પર આવેલા ૭ બેલેઝા સ્પામાં મસાજની ટ્રીટમેન્ટના ઓઠા હેઠળ દેહ-વ્યવસાયની સુવિધા પૂરી પડાય છે એવી ફરિયાદ સ્થાનિકો દ્વારા કરાઈ હતી. એની નોંધ લઈ મુંબઈ પોલીસના ઝોન ૭ના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કદમે ચુનંદા પોલીસ ઑફિસરોની ટીમ બનાવી છટકું ગોઠવ્યું હતું. પોલીસે જ એક બનાવટી ગ્રાહકને ત્યાં મોકલાવ્યો હતો. એ ગ્રાહકે ભાવ-તાલ નક્કી થયા બાદ જ્યારે તેને યુવતી પૂરી પાડવામાં આવી ત્યારે પહેલેથી જ નક્કી થયા મુજબનો ઇશારો કરી પોલીસ ટીમને જાણ કરી દેતાં પોલીસ ટીમ ત્રાટકી હતી. એ સ્પામાંથી દેહ-વ્યવસાયના કામમાં જોતરાયેલી ૯ યુવતીઓને છોડાવી લેવાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2020 10:45 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK