Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દીવાલ કૂદીને એરપોર્ટમાં ગેરકાયદે પ્રવેશ કરનાર માનસિક રોગીની અટક

દીવાલ કૂદીને એરપોર્ટમાં ગેરકાયદે પ્રવેશ કરનાર માનસિક રોગીની અટક

17 January, 2020 11:06 AM IST | Mumbai

દીવાલ કૂદીને એરપોર્ટમાં ગેરકાયદે પ્રવેશ કરનાર માનસિક રોગીની અટક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલે વહેલી સવારે ૨૩ વર્ષની માનસિક રીતે બીમાર વ્યક્તિ ડોમેસ્ટિક એરપોર્ટની લગભગ ૧૦ ફીટ ઊંચી દીવાલ ચડીને રનવે તરફ ચાલતો જઈ રહ્યો હતો, ત્યારે એરપોર્ટ પોલીસે તેને પકડી લીધો હતો. 

પોલીસે પકડી લેતાં તેણે જણાવ્યું હતું કે કુર્લા સ્ટેશન નજીક આવેલી વાઇન શૉપમાંથી શરાબની ખરીદી કરવા માટે તેણે શૉર્ટકટ લેવાનો નિર્ણય લેતાં એરપોર્ટનો રસ્તો લીધો હતો. તેની વિરુદ્ધ કેસ નોંધતા પહેલાં પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા હતા જેમણે તેની માનસિક બીમારી વિશે જણાવતાં પોલીસે તેને મુક્ત કર્યો હતો.



આ પણ વાંચો : રોજ 300 રૂપિયાની કમાણી કરતા મજૂરને આયકર વિભાગે 1 કરોડની નોટિસ મોકલી


આ વ્યક્તિ સાંતાક્રુઝમાં હાઇવેની નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે છે અને હાલમાં જે. જે. હૉસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. છ મહિનામાં આ પ્રકારનો આ બીજો બનાવ છે. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ૨૭ વર્ષના માનસિક રીતે બીમાર યુવકે અૅરપોર્ટની દીવાલ ચઢીને બૅન્ગલોર જતા પ્લેનને રોકવાની કોશિશ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2020 11:06 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK