નાગપુર: રમકડાની ગનથી બે યુવતીઓના અપહરણનો પ્રયાસ

Published: 26th October, 2020 12:00 IST | Agency | Mumbai

યુવતીઓ શૉપિંગ કરીને કારમાં બેસી હતી ત્યારે આરોપી યુવાન કારમાં ઘૂસી ગયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નાગપુરના ધરમપેઠ વિસ્તારમાં શનિવારે એક યુવાને રમકડાની ગનથી બે યુવતીઓના અપહરણનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે યુવાનને કારની અંદર આવેલો જોઈને ગભરાઈ ગયેલી યુવતીઓએ બૂમાબૂમ કરતાં આરોપી ભાગી ગયો હતો. જોકે બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

યુવતીઓના અપહરણના પ્રયાસની આ ઘટના વિશે અંબાઝરી પોલીસ સ્ટેશનના ઑફિસરે કહ્યું હતું કે ‘તે યુવતીઓ શૉપિંગ કર્યાં પછી તેમની કારમાં બેઠી હતી ત્યારે ૨૪ વર્ષનો આરોપી રોશન ખાંડેકર ગન દેખાડી તેમની કારમાં ઘૂસી ગયો હતો. તેણે યુવતીઓને પોતાની સાથે આવવા જણાવ્યું હતું. જોકે યુવાનને જોઈને ચોંકી ઊઠેલી યુવતીઓએ બૂમાબૂમ કરી હતી. એથી આરોપી યુવાન ત્યાંથી ભાગી ગયો હતો.

યુવતીઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરી હતી. સીસીટીવી ફુટેજમાં તે બાઇક પર ભાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. બાઇક પર તેણે તેના પિતાના ટેમ્પોની નંબર-પ્લૅટ લગાડી હતી. જોકે આરોપી યુવાન રોશને ત્યાર બાદ ધંતોલીમાં સરન્ડર કર્યું હતું. તેણે કહ્યું હતું કે તેના પર ૨.૫ લાખનું દેવુ ચડી ગયું હોવાથી તેણે રમકડાની ગનથી યુવતીઓનું અપહરણ કરી રકમ માગવાનો પ્લાન બનાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK