Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોનાના બનાવટી દાગીના પર લોન લઈને બૅન્કો સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

સોનાના બનાવટી દાગીના પર લોન લઈને બૅન્કો સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

23 July, 2019 01:08 PM IST | મુંબઈ
સૂરજ ઓઝા

સોનાના બનાવટી દાગીના પર લોન લઈને બૅન્કો સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી

આરોપી

આરોપી


મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ પર ખોટું સોનું ગિરવે મૂકી બૅન્ક પાસેથી લોન લેવાનો આરોપ હતો. આરોપીઓએ શહેરની વિવિધ બૅન્કોની ૩૦ બ્રાન્ચોને મૂરખ બનાવી કુલ ૨ કરોડની લોન લીધી હતી જેમાં કુલ ૩૦.૯ લાખ રૂપિયાના ખોટા દાગીનાઓ બૅન્કને આપ્યા હતા. 

આ સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે કોટક મહેન્દ્ર બૅન્કે સોનાના દાગીનાની લિલામી કરી હતી. લિલામીમાં સિદ્ધનાથ જ્વેલર્સે ૪૦ ગ્રામનું સોનું ખરીદ્યું હતું. સોનું ખરીદ્યા બાદ જ્વેલર્સને જાણવા મળ્યું હતું કે સોનું માત્ર ૨૩ ગ્રામનું હતું.



પોલીસે રમેશ સોની, દિનેશ સોની, વિમલ સોની, એનિલકુમાર સ્વામિ, પ્રશાંત નારાયણ અને નિતુ વલીયીલની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો : મુંબઈ : 20,000 રૂપિયામાં બાળકી વેચવાના કૌભાંડનો પર્દાફાશ

આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ‘દરેક ઘરેણા બનાવવા માટે અત્યંત નજીવી માત્રાનું ગોલ્ડ વાપરવામાં આ‍વતું. ઘરેણાં મુખ્યત્વે ચાંદી અને કૉપર જેવી ઘાતુના બનાવવામાં આવતાં અને એની ઉપર મોટી માત્રામાં ગોલ્ડનું લેયર લગાડવામાં આવતું જેથી ઘરેણાં સોનાનાં છે કે નહીં એની જાણ થતી નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 01:08 PM IST | મુંબઈ | સૂરજ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK