Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ડબ્બાવાળા એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ તાલેકર વિરૂદ્ધ ફરિયાદ

મુંબઈ ડબ્બાવાળા એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ તાલેકર વિરૂદ્ધ ફરિયાદ

05 January, 2021 08:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ ડબ્બાવાળા એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ તાલેકર વિરૂદ્ધ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ડબ્બાવાળા એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુભાષ તાલેકરને સોમવારે રાત્રે ઘાટકોપર પોલીસે ધરપકડ કરી હતી. તાલેકર વિરૂદ્ધ એક અન્ય ડબ્બાવાળા એસોસિએશનની ફરિયાદ પર કેસ નોંધાયો હતો. જણાવી દઈએ કે મુંબઈમાં ડબ્બાવાળા એક એવા લોકોનું ગ્રુપ છે જે મુંબઈ શહેરની કચેરીઓમાં કાર્યરત સરકારી અને બિન-સરકારી કર્મચારીઓને બપોરનું ભોજન પહોંચાડે છે. દરરોજ આશરે 5 હજાર ડબ્બાવાળા બે લાખ ટિફિનની ડિલીવરી કરે છે.

dabbawala



આ સેવાની સૌથી ખાસ વાત એ છે કે આ લોકો દરરોજ યોગ્ય સમયે કાર્યસ્થળો સુધી ભોજન પહોંચાડે છે. તમે ઑફિસ પહોંચવામાં મોડા પડી શકો છો પરંતુ ડબ્બાવાળા સમય પર તમારું ભોજન લઈને હાજર થઈ જાય છે. સમયસર ભોજન પહોંચાડવા સાથે તેમની હજી એક ખાસિયત છે કે તેઓ ક્યારે પણ ટિફિનની ઓળખમાં ગડબડ કરતા નથી. એના માટે ટિફિન પર ખાસ કોડિંગ કરવામાં આવી છે, જેથી જેનું ટિફિન હોય છે એને જ મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 08:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK