મુંબઈ : સગીરોની પોર્ન ઇન્ટરનૅશનલ કસ્ટમરોને વેચનારાની ધરપકડ

Published: 26th October, 2020 11:39 IST | Agency | Mumbai

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સગીરોની પોર્ન બનાવીને તે ઇન્ટરનૅશનલ કસ્ટમરોને વેચવા બદલ મુંબઈના એક ટીવી આર્ટિસ્ટ સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરાયા બાદ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સગીરોની પોર્ન બનાવીને તે ઇન્ટરનૅશનલ કસ્ટમરોને વેચવા બદલ મુંબઈના એક ટીવી આર્ટિસ્ટ સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરાયા બાદ તપાસ હાથ ધરી છે. આરોપીએ ઑનલાઈનથી ૧૦થી ૧૬ વર્ષના અમેરિકા, યુરોપ અને દક્ષિણ એશિયાના દેશોના ૧૦૦૦ જેટલાં સગીરોના ફોટા મેળવીને ઇન્સ્ટાગ્રામ ફોટોશેરિંગ એપ્લિકેશનની મદદથી પોર્ન બનાવ્યા હતા જે તેણે વેચ્યા હોવાનો આરોપ છે.

તપાસ એજન્સીએ આરોપીના મુંબઈમાં આવેલા ઘરની તપાસ હાથ ધરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે ટીવી સિરિયલનો જુનિયર આર્ટિસ્ટ છે. તેના ઘરમાંથી મોબાઈલ અને લૅપટૉપ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોની ફોરેન્સિક એનેલિસીસ પરથી આરોપીએ સેક્સ્યુઅલ એબ્યુસના મટિરિયલ પૂરા પાડ્યા હોવાનું જણાયું હતું, બાદમાં તેણે આ પોર્ન તેના ઇન્ટરનૅશનલ કસ્ટમરોને વૉટ્સએપ અને બીજા પ્લૅટફૉર્મના માધ્યમથી મોકલ્યા હતા.

તપાસ એજન્સીના રિપોર્ટ મુજબ આરોપી મૂળ હરિદ્વારનો રહેવાસી છે. પોતે ફિલ્મસ્ટાર હોવાનો દાવો કરીને તે સગીરોને ઑનલાઈન રિલેશનશિપ બાંધવાની લાલચ આપતો હતો અને પોર્નોગ્રાફિક ફોટોગ્રાફ્સ અને વિડિયો મેળવીને તેમને ફસાવતો હતો.

સીબીઆઇ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી સગીરોના વૉટસએપ નંબર મેળવીને તેમની સાથે ચેટ કરતી વખતે તથા વિડિયો કૉલ્સ દરમ્યાન તેમને શારીરિક સંબંધની ક્રિયા કરવાનું કહેતો હતો. આવી રીતે તેણે દુનિયાભરના અનેક દેશના સગીરો સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આમ કરાવ્યું હોવાનું તપાસમાં જણાયું છે.

તપાસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે કોઈ સગીર આરોપી સાથે વાત કરવાની કે તેની માગણીઓ પૂરી કરવાની ના પાડે તો તે તેમને તેમના પોર્ન વિડિયો અને અશ્લીલ ફોટાઓ તેના પરિવાર અને ફ્રેન્ડસને મોકલી દેવાની ધમકી આપતો હતો. આરોપી સામે પોસ્કો સહિતની કલમો લગાવાઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK