મુંબઈ ​: મરીન ડ્રાઇવ પર પતિએ પત્નીની મારઝૂડ કરી

Published: 28th September, 2020 07:14 IST | Anurag kamble | Mumbai

મરીન ડ્રાઇવ જેવી સહેલગાહની જગ્યાએ શુક્રવારે ૨૯ વર્ષની એક મહિલાની તેના પતિએ મારઝૂડ કરી હતી. લાત વાગવાથી મહિલા મરીન ડ્રાઇવના પથ્થરો પર પડી હતી

કિરણ અને પ્રિંયકા
કિરણ અને પ્રિંયકા

મરીન ડ્રાઇવ જેવી સહેલગાહની જગ્યાએ શુક્રવારે ૨૯ વર્ષની એક મહિલાની તેના પતિએ મારઝૂડ કરી હતી. લાત વાગવાથી મહિલા મરીન ડ્રાઇવના પથ્થરો પર પડી હતી, જેના કારણે તેના બે દાંત તૂટી ગયા હતા. કિરણ પાટેકર નામના યુવતીના પતિને અત્યારે જામીન પર છોડવામાં આવ્યો છે, જ્યારે ત્યાં હાજર લોકોએ પ્રિયંકાને બચાવી લીધી હતી અને એ સમયે ત્યાં પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કર્મચારીઓએ કિરણની ધરપકડ કરી હતી.

પ્રિયંકાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેના અને કિરણનાં મે ૨૦૧૯માં લગ્ન થયાં હતાં. બન્ને શિવરીમાં કિરણનાં માતા-પિતાના ઘરમાં રહેતાં હતાં. નજીવી બાબતોને લઈને અસંખ્ય તકરારો થયા બાદ હું જુલાઈમાં પતિનું ઘર છોડીને ગિરગાંવ ખાતે મારા ભાઈ અને માતા સાથે રહેવા આવી ગઈ હતી, પરંતુ ઑગસ્ટમાં મારા પતિએ મને ડિવૉર્સની માગણી કરતી નોટિસ મોકલી હતી.’

શુક્રવારે કિરણે પ્રિયંકાને ફોન કરીને ડિવૉર્સ વિશેના તેના નિર્ણય વિશે પૂછ્યું હતું. ‘મેં કહ્યું કે તે કાનૂની નોટિસ મોકલી છે, તો તે નક્કી કરી લીધું હોવું જોઈએ. મારે આ વિશે વધુ વાત કરવી નથી, પરંતુ કિરણ મને મેસેજ કરતો રહ્યો.’

શુક્રવારે પ્રિયંકા સાંજે ૬.૪૫ વાગ્યે મરીન ડ્રાઇવ પર હતી ત્યારે કિરણે તેને મળવાની ઇચ્છા દર્શાવી. તે મળી, ત્યારે કિરણે તેની સાથે છૂટાછેડા મામલે દલીલબાજી કરી, પછી કિરણ સેલફોન લઈને ભાગી ગયો. આથી, પ્રિયંકાએ રાહદારીના ફોનમાંથી કિરણને ફોન કરીને પોતાનો ફોન પાછો માગ્યો, ત્યારે કિરણે તેને તે જે જગ્યાએ બેઠી હતી ત્યાં મળીને ફોન પરત કરશે, એમ જણાવ્યું.

રાત્રે ૮.૩૦ વાગ્યે કિરણ આવ્યો, તેણે પ્રિયંકાનો ફોન આપ્યો અને વાત કરતી વખતે અચાનક જ પ્રિયંકાને લાફો માર્યો અને લાત મારી, જેના કારણે પ્રિયંકા પથ્થરો પર પડી ગઈ.

ત્યાં હાજર લોકો તરત પ્રિયંકાની મદદે દોડી આવ્યા અને તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. આ તરફ ભાગી રહેલા કિરણને મરીન ડ્રાઇવ પોલીસે ઝડપી લીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK