Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : ફેસબુક ફ્રેન્ડ દ્વારા સગીરાનું અપહરણ અને બળાત્કાર

મુંબઈ : ફેસબુક ફ્રેન્ડ દ્વારા સગીરાનું અપહરણ અને બળાત્કાર

08 July, 2020 12:01 PM IST | Mumbai
Agencies

મુંબઈ : ફેસબુક ફ્રેન્ડ દ્વારા સગીરાનું અપહરણ અને બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આગ્રીપાડામાં રહેતી 13 વર્ષની કિશોરીનું તેના ફેસબુક ફ્રેન્ડે અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

પોલીસે આ સંદર્ભે રાજ્સ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે અલગ-અલગ જગ્યાએ જઈને રેઇડ પાડી આરોપી અને તેના ચાર સાગરીતોને ઝડપી લીધા હતા અને કિશોરીને બચાવી લીધી હતી.



1 જુલાઈએ એ કિશોરી ગાયબ થઈ જતાં તેની માતાએ એ બદલ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. કેસની તપાસ કરતાં પોલીસને જણાઈ આવ્યું હતું કે એ કિશોરી ફેસબુક પર આરોપી સાથે સંપર્કમાં હતી. એથી એ દિશામાં વધુ તપાસ કરવામાં આવી હતી. પોલીસે બે ટીમ બનાવી હતી, એક ટીમ રાજસ્થાનના ઝાલવાડ અને બીજી ટીમ મધ્ય પ્રદેશના રાજગઢ મોકલાવાઈ હતી. રાજસ્થાનના ઝાલવાડથી આરોપીને ઝડપી લેવાયો હતો અને કિશોરીને પણ બચાવી લેવાઈ હતી. આરોપીએ કહ્યું હતું કે તેણે તેના ચાર મિત્રોની મદદથી કિશોરીનું અપહરણ કર્યું હતું. કોરોનાના કારણે લૉકડાઉન હોવા છતાં તેમના વેહિકલને મુંબઈથી રાજસ્થાન જતાં રસ્તામાં ક્યાંય રોકીને તપાસ કરવામાં નહોતી આવી એમ તેણે વધુમાં જણાવ્યું હતું. આરોપીએ કિશોરી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો. પોલીસે આરોપી પર અપહરણ, બળાત્કાર અને પીડિતા સગીર વયની હોવાથી પૉક્સો ઍકટ હેઠળ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 12:01 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK