પોતાની દીકરી ઘરમાં હાજર હતી ત્યારે પાડોશીની ત્રણ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાના આરોપસર ૩૮ વર્ષની એક વ્યક્તિની વાકોલા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે બની હતી.
બાળકીએ તેના પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થવાની ફરિયાદ કરી તેની મમ્મીને બધી વાત કરતાં આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીની માએ પૂછપરછ કરતાં તેણે આરોપીનું નામ જણાવી આખી ઘટના વિશે જાણ કરી હતી.
આરોપીને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં તેને ૨૮ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વાકોલા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મુકેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આરોપીની પત્ની અને બાળકીની મમ્મી એક જ સ્થળે કામ કરે છે અને તેમની વચ્ચે એકમેકના ઘરે અવર-જવરનો સંબંધ છે.
૧૮ સપ્ટેમ્બરે મોડી સાંજે આરોપી બાળકીને તેની બાળકી સાથે રમવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. અહીં તેણે બાળકીને નવા પ્રકારની ગેમ રમવાનું જણાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ૧૯ સપ્ટેમ્બરે સવારે બાળકીને તાવ આવ્યા બાદ તેણે પ્રાઇવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આરોપી સામે આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મુંબઈ: અકસ્માતમાં બાઇક પર સવાર પિતા-પુત્રનાં મોત
22nd November, 2020 10:05 ISTવાકોલામાં નાળાની બાજુના ઘરની દીવાલ તૂટી પડતાં ચાર મહિલા તણાઈ ગઈ
5th August, 2020 13:20 ISTઆખરે બીએમસીએ વાકોલા બ્રિજનું રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો
23rd December, 2019 14:07 ISTવાકોલા બ્રિજ બંધ તો થશે, પણ આખો નહીં
21st December, 2019 14:44 IST