અંધેરીમાં બાર વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ : જ્વેલરની ધરપકડ

Published: Jan 31, 2020, 07:25 IST | Shirish Vaktania | Mumbai

અંધેરી-ઈસ્ટમાં ૧૨ વર્ષની બાળકી પર બળાત્કારના પ્રયાસના આરોપસર ૫૮ વર્ષના જ્વેલર અને જે.બી. નગરના રહેવાસી તેજતરલ સુમીરમલ જૈનની પોલીસે ધરપકડ કરી હતી.

તેજતરલ જૈન
તેજતરલ જૈન

અંધેરી-ઈસ્ટમાં ૧૨ વર્ષની બાળકી પર બળાત્કારના પ્રયાસના આરોપસર ૫૮ વર્ષના જ્વેલર અને જે.બી. નગરના રહેવાસી તેજતરલ સુમીરમલ જૈનની પોલીસે ધરપકડ કરી હતી. ૨૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે તે બાળકી અન્ય બાળકોની સાથે રમીને બિલ્ડિંગમાં પાછી જતી હતી ત્યારે તેને નરાધમે ઝડપી લીધી હતી, પરંતુ બાળકી બૂમાબૂમ કરીને છટકી જવામાં સફળ રહી હતી. બાળકીએ એ ઘટનાની જાણ તેનાં માતા-પિતાને કરતાં બન્ને તેજતરલ જૈનને શોધવા નીકળ્યાં, પરંતુ તે રફુચક્કર થઈ ગયો હતો. ત્યાર પછી બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેજતરલ જૈનને એના વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : જસ્ટિસ લોયાનું રહસ્યમય મૃત્યુ : લોકો શાંતિપૂર્ણ વિરોધ દ્વારા જવાબ માગે છે

બાળકી હાથમાંથી છટકી ગયા પછી તેજતરલ જૈન હસ્તમૈથુન કરતો હોવાનું દૃશ્ય બિલ્ડિંગના સીસીટીવી કૅમેરામાં ઝડપાયું છે. અન્ય એક સીસીટીવી કૅમરાનાં ફુટેજમાં તેજતરલ જૈન પાર્ક કરેલી મોટરબાઇકની પાસે હસ્તમૈથુન કરતો જોવા મળ્યો હતો. ભૂતકાળમાં જ્વેલરી શૉપ ચલાવતા જૈનની પત્ની ગયા વર્ષે મૃત્યુ પામી હતી અને તેના બે દીકરા બ્રિટનમાં સ્થાયી થયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK