Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દારૂના નશામાં કાર ચલાવનારા યુવાને મહિલાને કચડી

દારૂના નશામાં કાર ચલાવનારા યુવાને મહિલાને કચડી

08 December, 2019 11:55 AM IST | Mumbai

દારૂના નશામાં કાર ચલાવનારા યુવાને મહિલાને કચડી

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


શુક્રવારે રાત્રે શરાબના નશામાં ગાડી ચલાવી રહેલા ચાલકે ૨૩ વર્ષની એક યુવતીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. યુવતીના પરિવારજનોએ દોષીને સજા ન મળે ત્યાં સુધી મૃતદેહનો કબજો લેવાની ના પાડી હતી. આ મામલામાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.

શુક્રવારે રાત્રે નવ વાગ્યાના સુમારે ધીરજ કદમ અને અક્ષય મ્હાગડે નામના બે મિત્રો નશાની હાલતમાં એસ્સેંટ કાર લઈને રાઇડ માટે નીકળ્યા હતા. ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતાં અનેક વાહનોને ટક્કર મારી કાર ફુટપાથ પર ચડી ગઈ હતી. એ સમયે ધાવજી કેણી રોડ પર સાંઈબાબા મંદિર નજીકની ફુટપાથ પર ચાલી રહેલી ત્રણ તરુણીઓમાંની એક અર્ચના પરાઠેને કારે ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. જખમી થયેલી અન્ય એક તરુણીને નજકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તરુણીને ટક્કર માર્યા બાદ આ કાર સ્વદેશી મિલ ચાલ-નંબર ૧૧૩માં ઘૂસી ગઈ હતી.



આ પણ વાંચો : મહિલાની સાડીએ રિક્ષામાં ભુલાયેલી ‍14 લાખની મતા પાછી અપાવી


ઘટનાસ્થળે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં સવાર બન્ને જણને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ગઈ કાલ સવારથી જ મરનાર તરુણીના પરિવારજનો ચુના ભઠ્ઠી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરીને દોષી પર કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. પોલીસે કારમાં બેસેલા બે આરોપીની સાથે કારના માલિક કુણાલ ગરમારેની પણ ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 11:55 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK