ઉબરને માત્ર વ્યવસાયની ચિંતા, સુરક્ષાની નહીં : ઉબર-ડ્રાઇવર

Published: Feb 12, 2020, 07:46 IST | Mumbai

કંપનીનું કહેવું છે કે ડ્રાઇવરે તેના પૅસેન્જરને કોઈ પણ પ્રકારની અડચણ ન પહોંચે એ પ્રમાણે ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવો જોઈએ

રોહિત સિંઘ ગૌર
રોહિત સિંઘ ગૌર

ગયા સપ્તાહે બાપ્પાદિત્ય સરકાર નામના એક પ્રવાસીને ફોન પર સીએએ વિરોધી પ્રદર્શન વિશે ચર્ચા કરતો સાંભળીને તેને સાંતાક્રુઝ પોલીસ પાસે લઈ જનારા ઉબર-ડ્રાઇવર રોહિત સિંઘ ગૌર પર ઇન્કવાયરી હાથ ધરવા દરમિયાન ૭૨ કલાક માટે તેનું ઉબર આઇડી સસ્પેન્ડ કર્યા બાદ મુસાફરીની સેવા પૂરી પાડતી ઉબરે ડ્રાઇવર ગૌરનું ઉબર આઇડી ઍક્ટિવેટ કર્યું હતું. ગૌરે એવો દાવો કર્યો હતો કે તેને એમ જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસી ગમે એ મુદ્દા વિશે વાત કરતો સંભળાય, તેમ છતાં તેને પિક-અપ પૉઇન્ટથી લીધા બાદ ડ્રૉપ-ઑફ પૉઇન્ટ જ ઉતારવો.

ગૌરના જણાવ્યા પ્રમાણે ‘મેં ઉબરના એક્ઝિક્યુટિવ્ઝને પૂછ્યું કે જો પૅસેન્જર ફોન પર અથવા તો સાથી પૅસેન્જર સાથે દેશ-વિરોધી વાત કરી રહ્યો હોય અથવા તો જો મને જાણવા મળે કે પૅસેન્જર ગુનેગાર છે અથવા તો તે કોઈ ગુનો આચરવાનો છે તો મારે શું કરવું? ત્યારે તેમણે મને કડક શબ્દોમાં કહ્યું કે પૅસેન્જરને કોઈ પણ અડચણ વિના તેના ગંતવ્ય સ્થળે લઈ જવો અને પછી જો તે (ગૌર) ઇચ્છતો હોય તો પોલીસનો સંપર્ક સાધવો. તેનો અર્થ એ કે ઉબર માટે રાષ્ટ્રીય સુરક્ષા કરતાં વ્યવસાય વધુ મહત્વનો છે. તેઓ ઇચ્છે છે કે પૅસેન્જર ગુનેગાર હોય તેમ છતાં હું તેમને ડિસ્ટર્બ ન કરું.’

આ પણ વાંચો : ઑનલાઇન સેક્સ રૅકેટ ચલાવનાર ઝડપાયો, બે યુવતીઓને છોડાવાઈ

ગૌરે ઉમેર્યું હતું કે ‘ઉબરે તેને જણાવ્યું હોવા છતાં જો આ પ્રકારની સ્થિતિ ફરી ઊભી થઈ તો ત્યારે પણ તે આજ પગલું ભરશે. શ્રેષ્ઠ માર્ગ એ છે કે મારી કૅબને શાંતિથી નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જેથી પૅસેન્જરના હેતુની તપાસ થઈ શકે. બાપ્પાદિત્ત્યા સરકારને પોલીસ પાસે લઈ જવાનો મને લેશમાત્ર અફસોસ નથી. જો કોઈ દેશવિરોધી જણાશે તો હું ફરી આવું કરીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK