જૉગિંગ કરતી મહિલાની છેડતી કરનાર શખ્સને ઝડપી લેવાયો

Published: Dec 28, 2019, 10:55 IST | Vishal Singh | Mumbai

ટૂ-વ્હીલરના નંબરના આધારે ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

અમન અબ્દુલ રહેમાન શેખ
અમન અબ્દુલ રહેમાન શેખ

ક્રાઇમ બ્રાન્ચે ૧૩ ડિસેમ્બરે મુલુંડ-ઈસ્ટમાં સરદાર તારા સિંઘ તળાવ નજીક એક મહિલાની સતામણી કરનાર ૨૭ વર્ષના સેલ્સમૅનની શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે ૩૧ વર્ષની મહિલા સાંજે જૉગિંગ કરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર સવાર સેલ્સમૅન અમન અબ્દુલ રહેમાન શેખ એ મહિલાની કમરના પાછળના ભાગમાં અયોગ્ય રીતે સ્પર્શીને નાસી ગયો હતો.

જોકે મહિલાએ એક કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો અને પછી તેની મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન-નંબર નોંધી લીધો હતો. દરમ્યાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

મહિલાએ તાત્કાલિક નવઘર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આઇપીસીની સુસંગત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સમાંતર તપાસ હાથ ધરી હતી.

મહિલાએ ફરિયાદમાં વાહનનો રજિસ્ટ્રેશન-નંબર લખાવ્યો હતો, પરંતુ એ ખોટો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળે જઈને એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તથા સતામણી બાદ આરોપીએ પકડેલા રૂટની તપાસ કરી હતી.

આ પણ વાંચો : ફડણવીસના બંગલાના બેડરૂમની દીવાલ પર PWD વિભાગને કેટલીક અજીબ વાતો લખેલી મળી

મોટરસાઇકલના વર્ણનના આધારે એક ટૂ-વ્હીલરના સગડ મળ્યા હતા. એ ટૂ-વ્હીલર આનંદનગર ટોલ-પ્લાઝા નજીક જોવા મળ્યું હતું. એ ટૂ-વ્હીલરનો નંબર મહિલાએ આપેલા નંબર સાથે મળતો આવતો હતો. અમે તએ વાહનના માલિકને ટ્રેસ કર્યો અને શેખની ધરપકડ કરી હતી જે કુર્લાનો રહેવાસી છે એમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK