મુંબઈ ક્રાઈમ : સેક્સ-રૅકેટમાં બૉલીવુડની બે ઍક્ટ્રેસ પકડાઈ

Published: Jan 11, 2020, 08:14 IST | Mumbai

પોલીસને હાથ લાગેલી એક હિરોઇન ‘બિગ બૉસ’ના એક સ્પર્ધકની ગર્લફ્રેન્ડ હોવાનું જણાયું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે ગોરેગામમાં ચાલતા સેક્સ-રૅકેટ સામે કાર્યવાહી કરીને બૉલીવુડની બે હિરોઇનની ગઈ કાલે ધરપકડ કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી અભિનેત્રીઓ શહેરની ફાઇવસ્ટાર હોટેલમાં દેહવ્યવસાયના ધંધા સાથે સંકળાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ સમતાનગર પોલીસની ટીમે અહીં રેઇડ પાડી હતી. શરૂઆતમાં પોલીસને ખબર નહોતી કે પકડાયેલી બે યુવતી બૉલીવુડની અભિનેત્રી છે.

કાંદિવલીના સમતાનગર પોલીસને બાતમી મળી હતી કે ગોરેગામમાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં સેક્સ-રૅકેટ ચાલી રહ્યું છે એથી પોલીસે અહીં બોગસ ગ્રાહક મોકલીને ખાતરી કરી હતી અને ત્યાર બાદ દરોડો પાડ્યો હતો.

પોલીસ-ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર કાંબળેએ કહ્યું હતં કે ‘હોટેલમાં ૨૬ અને ૩૨ વર્ષની બે યુવતીઓ મળી આવી હતી જેની સાથે પોલીસે મોકલેલા બોગસ ગ્રાહકે સંપર્ક કરીને સોદો કર્યો હતો. આ યુવતીઓને તાબામાં લીધા બાદ ખ્યાલ આવ્યો હતો કે એ તો બૉલીવુડની હિરોઇન છે. ધરપકડ કરાયેલી એક અભિનેત્રી ‘બિગ બૉસ’ના એક સ્પર્ધકની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હોવાનું પણ તપાસમાં જણાયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સેક્સ-રૅકેટમાં સામેલ હોવાના આરોપસર પોલીસે બૉલીવુડના પ્રોડક્શન-મૅનેજર રાજેશકુમાર લાલની ધરપકડ કરી હતી. એ સમયે પોલીસે જુહુમાં આવેલી એક ફોરસ્ટાર હોટેલમાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : બંધ દરવાજા સાથેની લોકલ ટ્રેનોની ટ્રાયલનાં આ બે છે તારણ ગૂંગળામણ અને વિલંબ

ગોરેગામની કાર્યવાહીમાં પોલીસની તપાસમાં જણાયું હતું કે કેટલાક એજન્ટ દ્વારા મુંબઈ અને મુંબઈની બહારના લોકોનો સંપર્ક કરીને તેમની પાસેથી મોટી રકમ લઈને તેમને અભિનેત્રીઓ પૂરી પાડવામાં આવતી હતી. આ હાઈ-પ્રોફાઇલ દેહવ્યવસાયના ધંધામાં પકડાયેલી અભિનેત્રીઓ પણ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આથી પોલીસ આ સેક્સ-રૅકેટ સાથે સંકળાયેલા એજન્ટ સહિત અન્યોની પૂછપરછ કરશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK