Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ બાઈક ચોરવા માટે કચ્છથી મુંબઈ આવતો

બુલેટ બાઈક ચોરવા માટે કચ્છથી મુંબઈ આવતો

08 August, 2020 06:59 AM IST | Mumbai
Shirish Vaktania | shirish.vaktania@mid-day.com

બુલેટ બાઈક ચોરવા માટે કચ્છથી મુંબઈ આવતો

કુલદીપ જોષી

કુલદીપ જોષી


લૉકડાઉનના ગાળામાં ફક્ત બાઇક ચોરવાના ઇરાદાથી કચ્છથી મુંબઈ આવેલો ૨૩ વર્ષનો કુલદીપ અમૃતલાલ જોષી નામનો અપરાધી અંધેરી-ઈસ્ટના ચાવી બનાવનાર કારીગરની સતર્કતાને કારણે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. કુલદીપ ડુપ્લિકેટ ચાવી બનાવવા માટે અંધેરી-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક સ્ટૉલ ધરાવતા ચાવી બનાવનારા કારીગરો ઝફર શેખ, અનવર શેખ અને આસિફ શેખ પાસે પહોંચ્યો ત્યારે તેમને શંકા ગઈ હતી.

ચાવી બનાવનાર ઝફર શેખે જણાવ્યું કે ‘ગુરુવારે બપોરે ૩ વાગ્યે એક યુવક બુલેટ બાઇક લઈને અમારી પાસે આવ્યો અને તેની મોટરસાઇકલની ચાવી ગુમ થઈ ગઈ હોવાનું કહીને અમને ડુપ્લિકેટ ચાવી બનાવવાનું કહ્યું હતું. મારા પાર્ટનર અનવરે ચાવી બનાવવાનું શરૂ કર્યું અને મેં તેની પાસે આઇડેન્ટિટી-પ્રૂફ માગ્યું હતું. ફ્લૅટ કે વાહનની ડુપ્લિકેટ ચાવી બનાવવા આવનાર વ્યક્તિ પાસે અમે આઇડેન્ટિટી-પ્રૂફ માગીએ છીએ. ગ્રાહકે બતાવેલા આધાર કાર્ડમાં ગુજરાતનું સરનામું હતું એથી અમને શંકા ગઈ હતી. મેં મારા સાથીને ગ્રાહકને વાતમાં પરોવી રાખવાનું કહ્યું અને હું પોલીસને બોલાવી લાવ્યો હતો. પોલીસે થોડી પૂછપરછ બાદ કુલદીપની ધરપકડ કરી હતી.’



અંધેરીના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું કે ‘આરોપીને પોલીસ-સ્ટેશન લાવતી વખતે તેણે એક પોલીસ-અધિકારીને ધક્કો મારીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમે ૧૦૦ મીટર દોડીને તેને પકડી લીધો હતો. આરોપી મૂળ તો બુલેટ ચોરીને કચ્છમાં લાખો રૂપિયામાં વેચતો હતો. લૉકડાઉનમાં તેણે અનેક બાઇક ચોરી હતી. અમે કુલદીપ પાસેથી એક બાઇક અને એક ઍક્ટિવા જપ્ત કરી હતી. આરોપી ઍક્ટિવાનો ઉપયોગ ક્યાં ચોરી કરી શકાય એમ છે એના નિરીક્ષણ માટે કરતો હતો. આરોપી સામે ઘાટકોપરમાં પોસ્કો કાયદા હેઠળ પણ કેસ નોંધાયેલો છે.’


કસ્ટમરે મને આધાર કાર્ડ આપ્યું અને એમાં સરનામું ગુજરાતનું હતું. મને શંકાસ્પદ બાબત લાગતા મેં મારા સાથીને કહ્યું કે તું કસ્ટમરને વ્યસ્ત રાખ. હું પોલીસને લઈ આવ્યો અને પોલીસે એ‌ની ધરપકડ કરી.
- ઝફર શેખ. ચાવી બનાવનાર


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 06:59 AM IST | Mumbai | Shirish Vaktania

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK