Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મી કલાકારો સાથે જોડાયેલા સેક્સ રેકેટનો પર્દાફાશ

ફિલ્મી કલાકારો સાથે જોડાયેલા સેક્સ રેકેટનો પર્દાફાશ

29 December, 2020 12:02 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મી કલાકારો સાથે જોડાયેલા સેક્સ રેકેટનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરોપી મહિલા દલાલ ભોસલેએ એક રાત માટે 55 હજાર રૂપિયાની માગ કરી હતી. તેણે દાવો કર્યો કે તેના સંપર્કમાં અનેક મૉડલ અને ફિલ્મી કલાકાર છે.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની યૂનિટ 7ના એક એવા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં મૉડલ્સની સાથે-સાથે ફિલ્મી કલાકાર પણ સામેલ છે. પોલીસે આ મામલે એક મહિલા દલાલની પણ ધરપકડ કરી છે. ધરપકડ થયેલી મહિલા દલાલનું નામ કવિતા ભોસલે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અકબર પઠાને જણાવ્યું કે તેમની ટીમને પોતાના સૂત્રો પાસેથી આ માહિતી મળી હતી કે મુંબઇના ઇસ્ટર્ન સબર્બ વિસ્તારમાં એક સેક્સ રેકેટ સક્રિય છે અને તે એવા વ્યવસાય માટે મૉડલ્સ અને અભિનેત્રીઓનો ઉપયોગ કરે છે.



માહિતી મળતા જ પોલીસે બોગસ ગ્રાહક બનીને મહિલા કવિતા ભોસલેનો સંપર્ક કર્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને રંગાયેલા હાથે ધરપકડ કરવા માગતી હતી, આ કારણે તેની પાસે ફિલ્મી જગતની કલાકાર કે મૉડલની ડિમાન્ડ કરવામાં આવી હતી. પહેલા તો મહિલાએ તેના વિશે કંઇપણ ખબર ન હોવાનું નાટક કર્યું પછી કેટલાક દિવસ પછી જ્યારે તેને ગ્રાહક પર વિશ્વાસ થયો તો તેણે પૈસાની વાત કરવાનું શરૂ કર્યું.


આરોપી મહિલા દલાલ ભોસલેએ એક રાત માટે 55 હજાર રૂપિયાની માગ કરી હતી. તેણે દાવો કર્યો કે તેના સંપર્કમાં કેટલાય મૉડલ અને ફિલ્મી કલાકાર છે. જ્યારે ડીલ પૂરી થઈ ગઈ તો ભોસલેએ તે ગ્રાહકને ત્રણ મહિલાઓ બતાવવાનો વાયદો કર્યો, જેમાંથી તેને કોઇક એકની પસંદગી કરી હતી. દલાલ કવિતા ભોસલેએ ફરી ઘાટકોપર વિસ્તારની એક 3 સ્ટાર હોટેલ બુક કરી જ્યાં તે ત્રણેય મહિલાઓને લઈને આવી. આ ત્રણ મહિલાઓમાં એક ભોજપુરી ફિલ્મોની જાણીતી કલાકાર હતી, જેણે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે અને અન્ય બે મહિલાઓ મૉડલ્સ હતી.

જ્યારે હોટેલના રૂમમાં દલાલ ભોસલે છોકરીઓ બતાવી રહી હતી, તે સમયે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ત્યાં પહોંચીને છાપેમારી કરી અને ત્રણેય મહિલાઓને રેસ્ક્યૂ કર્યું. પોલીસે તરત કવિતા ભોસલેની ધરપકડ કરી છે, પણ આ આખા રેકેટનું માસ્ટરમાઇન્ડ હજી પણ ફરાર કહેવામાં આવે છે જેની શોધ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કરી રહ્યા છે. પૂછપરછમાં આરોપી કવિતા ભોસલેએ જણાવ્યું કે તે લોકો આ મહિલાઓ પાસેથી 30 ટકા કમિશન લેતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 12:02 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK