Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટિળકનગરના વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણીની ઉઘરાણી

ટિળકનગરના વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણીની ઉઘરાણી

30 November, 2014 05:46 AM IST |

ટિળકનગરના વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણીની ઉઘરાણી

 ટિળકનગરના વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણીની ઉઘરાણી



મુંબઈ પોલીસે રવિ પૂજારી ગૅન્ગ પર પોતાનો સકંજો કસવાનું ચાલુ રાખ્યું છે, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે ટિળકનગરના એક વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માગતા રવિ પૂજારી ગૅન્ગના ત્રણ જણની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ‘રવિ પૂજારી ગૅન્ગના સભ્યો ૩૦ ઑક્ટોબરથી ચેમ્બુરસ્થિત એક કૉન્ટ્રેક્ટર અને માટીનું કામ કરનારા એક વેપારી પાસેથી ખંડણી માટે ધમકી આપતા ફોન કરી રહ્યા હતા. વેપારીએ ફોન પર સતત ધમકી મળતી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચને કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કૉલ-રેકૉર્ડની તપાસ કરીને ત્રણે આરોપીઓ વિજય રાવ, મહેશ લોહાર અને સુધાકર પુગ્ગેની ધરપકડ કરી હતી. વિજય નવી મુંબઈનો રહેવાસી છે જ્યારે બે અન્ય પુણેના છે. અમે વિગતવાર તપાસ કરીને પૂજારી ગૅન્ગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. પૂજારી ગૅન્ગ તાજેતરમાં સક્રિય થઈ છે. બૉલીવુડના નિર્માતા-દિગ્દર્શક તેમનો આ પછીનો શિકાર હતા.’


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2014 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK