મુંબઈઃ પ્રતિબંધિત કોલ્ડ કફસિરપ વેચનારા યુવાનની ધરપકડ

Published: May 19, 2019, 10:25 IST | મુંબઈ

કૉલેજના સ્ટુડન્ટોને ૩૦૦ રૂપિયામાં આ સિરપ યુવાન વેચતો હતો : આરોપી પાસેથી ૨૫૦ બૉટલ જપ્ત કરાઇ

આરોપી શાબીર શેખ
આરોપી શાબીર શેખ

 ઘાટકોપર રેલવે સ્ટેશન નજીક કૉલેજના સ્ટુડન્ટોને પ્રતિબંધિત એવી કોડિંગ કફસિરપની ૨૫૦ બૉટલ સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ શબીર શેખ (૨૭) તરીકે કરવામાં આવી હતી.

ઘાટકોપર પશ્ચિમ રામરહીમ મિત્ર મંડળ ખાતે આવેલી વૈતાકવાડી વિસ્તારમાં રહેતો શબીર શેખ મેડિકલ સ્ટોરમાંથી કફસિરપની બૉટલ ખરીદીને કૉલેજના સ્ટુડન્ટ્સને પહોંચાડતો હતો. ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના આ બૉટલ ખરીદી કે વેચી શકાતી નથી એટલે આસાનીથી મળતી નથી હોતી. કૉલેજના સ્ટુડન્ટોને નશો કરવા માટે આ કફસિરપની આદત લાગી ગઇ હોવાથી શબીર ૯૦ રૂપિયાની બૉટલ ૩૦૦ રૂપિયામાં વેચતો હતો.

આ પણ વાંચોઃ ચાંદીવલીના સંઘર્ષનગરના યુવાન સિક્યૉરિટી એજન્ટનું રહસ્યમય મોત

ઘાટકોપર ક્રાઇમ બ્રાંચ યુનિટ-૭ના એડિશનલ કમિશનર શેખર તોરેના માર્ગદર્શન હેઠળ પીઆઇ મનીષ શ્રીધનકર, પીએસઆઇ આનંદ બાગડે અને તેમની ટીમના સભ્યો તાજને, મોરે અને શિંદેએ આ કામગીરી પાર પાડી હતી. શબીરની આ કેસમાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પીએસઆઇ આનંદ બાગડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK