Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભોજપુરી એક્ટ્રેસે લગાવ્યો મકાનમાલિક પર છેડતીનો આરોપ

ભોજપુરી એક્ટ્રેસે લગાવ્યો મકાનમાલિક પર છેડતીનો આરોપ

24 December, 2019 08:11 AM IST | Mumbai
Shirish Vaktania

ભોજપુરી એક્ટ્રેસે લગાવ્યો મકાનમાલિક પર છેડતીનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં રહેતી ૨૨ વર્ષની ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસે ભાઈંદરના મકાનમાલિક પર છેડતીનો આરોપ મૂક્યો હતો. મોલેસ્ટેશનની ફરિયાદમાં મકાનમાલિક ઉપરાંત બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓનાં નામ પણ લેવામાં આવ્યાં છે. ફરિયાદી એક્ટ્રેસે આરોપ મૂક્યો હતો કે મકાનમાલિકે રેપનો પ્રયત્ન કર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. તેણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો પણ પોલીસે તેની ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ફરિયાદી એક્ટ્રેસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મકાનમાલિક બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓ સાથે મારા રૂમમાં આવ્યો અને મારા રૂમમાં પાર્ટી કરવા કહ્યું, જ્યારે મેં પાર્ટી માટે ઇનકાર કર્યો ત્યારે એક મહિલા રસોડામાંથી ચાકુ લઈ આવી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પછી મારા મકાનમાલિક સિન્હાએ મારા કપડાં ફાડી મારી ઉપર રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાડોશીઓ મદદ માટે આવે એ પહેલાં તે પાંચ લોકો ત્યાંથી નાસી ગયા હતા.

આ પણ વાંચો : મુંબઈ: અજિત પવાર બનશે ડેપ્યુટી સીએમ



હું જ્યારે ઉત્તન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર નિકમે મારી ફરિયાદ લેવાની ના પાડી મને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકી હતી. જોકે પોલીસ ઇન્સ્પેક્ટર નિકમે જણાવ્યું હતું કે એક્ટ્રેસ મકાન ખાલી નહોતી કરતી. તેણે સામેથી જ માલિક અને તેના પરિવારને ઘરમાં રહેવા બોલાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 08:11 AM IST | Mumbai | Shirish Vaktania

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK