મા બની મર્ડરર

Published: 1st January, 2021 10:55 IST | Preeti Khuman Thakur | Mumbai

વસઈ-ઈસ્ટમાં પચુબંદરના એક ઘરમાં બુધવારે સાંજે ૨૫ વર્ષીય મહિલાએ તેની પોતાની ૪૫ દિવસની બાળકીને પાણીના ડ્રમમાં ફેંકી તેની હત્યા કરી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વસઈ-ઈસ્ટમાં પચુબંદરના એક ઘરમાં બુધવારે સાંજે ૨૫ વર્ષીય મહિલાએ તેની પોતાની ૪૫ દિવસની બાળકીને પાણીના ડ્રમમાં ફેંકી તેની હત્યા કરી હતી. મહિલાએ ટિ્વન્સ છોકરીઓને જન્મ આપ્યો પરંતુ તે એક છોકરો ઇચ્છતી હતી. તેના સાસરિયાંઓ પણ તેને ટોણો મારતા હતા કે તેણે દીકરાને જન્મ આપ્યો નહીં. બુધવારે બપોરે ટિ્વન્સ છોકરીઓમાંથી એક છોકરી ગાયબ થઈ જતાં વસઈ ગામ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પોલીસને એક ફોન આવ્યો હતો કે પાણીના ડ્રમમાં એક બાળકીનો મૃતદેહ તરતો મળી આવ્યો છે તરત જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વસઈ પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસરે કહ્યું હતું કે ‘બાળકીની માતાની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે તેણે બે છોકરીઓને જન્મ આપ્યો જ્યારે તેની જેઠાણીને પણ બે છોકરીઓ છે. એથી કુટુંબનું નામ આગળ વધારવા માટે કોઈ વારસદાર નથી એવા ટોણા તેની સાસુ મારતી હોવાનો આરોપ મૂક્યો હતો. જે બાળકીની હત્યા થઈ છે તે બીમાર હોવાથી આખો દિવસ રડતી હતી અને એનાથી ચિડાઇને તેની મમ્મીએ આ અંતિમ પગલું ભર્યું હતું. આરોપી મહિલાની ધરપકડ કરીને વસઈ કોર્ટમાં હાજર કરતાં તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ અપાયો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK