Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં સિક્યોરિટી ગાર્ડે આઠ વર્ષની છોકરીની છેડતી કરી

કાંદિવલીમાં સિક્યોરિટી ગાર્ડે આઠ વર્ષની છોકરીની છેડતી કરી

17 September, 2020 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાંદિવલીમાં સિક્યોરિટી ગાર્ડે આઠ વર્ષની છોકરીની છેડતી કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સમાજમાં મહિલાઓ સુરક્ષિત નથી એ વાતને સાબિત કરતી હજી એક ઘટના સામે આવી છે. કાંદિવલીમાં એક 31 વર્ષના સિક્યોરિટી ગાર્ડે આઠ વર્ષની છોકરીની છેડતી કરી હતી. આ ગાર્ડે બિલ્ડિંગની લિફ્ટની બહાર છોકરીની છેડતી કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જ્યારે છોકરી સ્ટોરમાં જઈ રહી હતી. ફરિયાદમાં પીડિત છોકરીની મમ્મીએ કહ્યું કે, સિક્યોરિટી ગાર્ડે તેની છોકરીને ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો. ઘરે પાછી આવ્યા બાદ છોકરીએ બધી વાત કરી હતી.



ઈન્ડિયન પેનલ કોડ (IPC) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હોવાનું કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2020 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK