Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શનિવારે મોડી રાત્રે ટ્રેનોના ધાંધિયા થશે

શનિવારે મોડી રાત્રે ટ્રેનોના ધાંધિયા થશે

18 December, 2014 03:23 AM IST |

શનિવારે મોડી રાત્રે ટ્રેનોના ધાંધિયા થશે

શનિવારે મોડી રાત્રે ટ્રેનોના ધાંધિયા થશે



train



મુંબઈની સબર્બન ટ્રેન-સર્વિસમાં સેન્ટ્રલ રેલવેમાં ૧૫૦૦ વૉલ્ટ ડાયરેક્ટ કરન્ટ (DC)થી બદલીને ૨૫,૦૦૦ વૉલ્ટ ઑલ્ટરનેટ કરન્ટ (AC)ની કરવામાં આવેલી વ્યવસ્થા પર ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન શનિવારે ૨૦ ડિસેમ્બરની રાતે સાડાદસ વાગ્યા પછી CST અને થાણે વચ્ચે યોજાશે. DC કરન્ટને ACમાં ફેરવી શકાય એવું બ્રિટિશરોના માન્યામાં નહોતું આવતું. શનિવારની રાતે સાડાદસ વાગ્યે સેન્ટ્રલ રેલવેની સબર્બન સર્વિસમાં CST અને કરજત-કસારા એમ બન્ને દિશાઓમાં ટ્રેન-સર્વિસ સ્થગિત કરીને AC કરન્ટની નવી ટ્રેનોનો ટ્રાયલ-રન હાથ ધરવામાં આવશે.

આ ટ્રાયલ-રન આઠથી નવ કલાક ચાલવાનો હોવાથી પ્રવાસીઓને રવિવારે વહેલી સવાર સુધી અગવડ પડે એવી શક્યતા છે. એ અગવડ નિવારવા માટે બેસ્ટને વધારાની બસો દોડાવવાની વિનંતી કરવામાં આવી છે. સાડાદસ વાગ્યા પછી બધી હાલની ટ્રેનો યાડ્ર્સમાં અથવા સાઇડિંગ્સમાં પાર્ક કરવામાં આવશે. 

આ ટ્રાયલ-રન વિશે સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર મુકેશ નિગમે જણાવ્યું હતું કે ‘CST અને થાણે વચ્ચે ૨૫,૦૦૦ વૉલ્ટના સબસ્ટેશન્સનું ચાર્જિંગ શરૂ થશે એ સાથે જ ૨૫,૦૦૦ વૉલ્ટ AC સેક્શન પર દોડી શકતી લોકલ EMU, લોકોમોટિવ્ઝ તથા અન્ય ટ્રેનોને તૈયાર કરવામાં આવશે. અમે CST અને થાણે વચ્ચે નવી સિસ્ટમ ૨૫,૦૦૦ વૉલ્ટ AC સિસ્ટમ પર ચાલવા માટે તૈયાર છે કે નહીં એની ચકાસણી કરીશું. એ ટ્રાયલ-રનની વિધિ ઓછામાં ઓછા આઠ કલાક ચાલશે.’

મધરાતે લગભગ  બાર વાગ્યે સેન્ટ્રલ રેલવે ઑથોરિટીઝ ડીઝલ લોકોમોટિવ્ઝ પર ચાલતી એક ગાડી કરજત તરફ અને એક ગાડી કસારા તરફ દોડાવશે. ટેસ્ટિંગની મુખ્ય કામગીરી રાતે બે વાગ્યાથી પરોઢિયે ચાર વાગ્યા વચ્ચે ચાલશે. એ વખતમાં જુદી-જુદી ખાલી ટ્રેનો અને લોકોમોટિવ્ઝ જુદી-જુદી ઝડપે દોડાવવામાં આવશે. સવારે સાડાસાત વાગ્યા સુધીમાં કામ પૂરું કરવાની અપેક્ષા રેલવે સત્તાવાળાઓ રાખે છે. હાલમાં ફક્ત CSTથી થાણે-પનવેલ રૂટ પર ૧૫૦૦ વૉલ્ટ DC સિસ્ટમ ચાલે છે ત્યાં રવિવારની સવારથી સુધારા કરવામાં આવશે.

આ ટ્રાયલ-રન વિશે સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ફક્ત ટેસ્ટ-ટ્રાયલ છે. એથી અમે બીજા દિવસની સવારથી ફરી ૧૫૦૦ વૉલ્ટ DC સિસ્ટમ અમલમાં મૂકીશું. સવારની પ્રથમ ટ્રેન ડીઝલ લોકોમોટિવ પર દોડશે.’

નવી સિસ્ટમથી ટ્રેનોનું વર્કિંગ સુધરશે. વર્ષે ૧૨૪ કરોડ રૂપિયાની બચત અને ટ્રેનોની સ્પીડ પણ વધશે. જોકે સ્પીડ વધારવાની બાબતે ઝડપથી કંઈ થઈ નહીં શકે, કારણકે કુર્લા અને CST વચ્ચે ૧૮ ઠેકાણે હાઇટનો પ્રશ્ન આવે છે. હાઇટના પ્રશ્ન વિશે સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે પાવર અપગ્રેડેશન પછી એ અઢારમાંથી આઠ ઠેકાણે પાટા અને ઓવરહેડ વાયર વચ્ચે ૪.૨૭ મીટરનું અંતર હોવાથી હાઇટની મર્યાદા છે એ ઠેકાણે રોડ અને ફૂટઓવર બ્રિજ જેવી સવલતો પણ હોવાથી અમને ત્યાં ડબલ ઇન્સ્યુલેટ કરવાની જરૂર પડશે.

આવી સિસ્ટમ માટે સામાન્ય સંજોગોમાં ૪.૪૨ મીટરની હાઇટ હોવી જરૂરી છે, પરંતુ સેન્ટ્રલ રેલવેએ મસ્જિદ, માટુંગા, ભાયખલા, કરી રોડ અને સાયન ખાતે બ્રિજની ઊંચાઈ વધારી શકાય એમ નથી અને પાટાને વધારે નીચે લઈ જવાય એમ નથી. એથી સેન્ટ્રલ રેલવેએ એ સ્થળો માટે સ્પેશ્યલ પરમિશનો માગી છે. 

સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને એવો ડર છે કે સેફ્ટી પૅરામીટર્સની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરનારાં આ સ્ટેશનો પર કલાકના ૧૫થી ૨૦ કિલોમીટરના તફાવતે સ્પીડ ઘટાડવાની મર્યાદા બાંધશે.

જોકે ઑથોરિટીઝને આ ટ્રાયલ-રન સફળ થવાનો આત્મવિશ્વાસ છે. ઑથોરિટીઝ હાલમાં સક્રિય એવી માત્ર DC સિસ્ટમમાં ચાલે એવી જૂની નવ ટ્રેનો વ્યવહારમાંથી કાઢી નાખવાની પેરવીમાં છે. આ ટ્રાયલ-રન પછી એના નિરીક્ષણોની વિગતો કમિશનર ઑફ રેલવે સેફ્ટી (લખનઉ) અને રેલવે બોર્ડ (દિલ્હી)ને મોકલશે. 


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2014 03:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK