ભિવંડીના સંસદસભ્ય સહિત 8 પરિવારજનો કોરોનામાં સપડાયા

Published: Jul 11, 2020, 11:44 IST | Mumbai correspondent | Mumbai

ભિવંડીના બીજેપીના સંસદસભ્ય, તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત પરિવારના ૮ સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભિવંડીના બીજેપીના સંસદસભ્ય, તેમનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત પરિવારના ૮ સભ્યોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મળેલી માહિતી મુજબ તમામને કોરોનાનાં લક્ષણ દેખાતાં તમામની કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી હતી, જે ગઈ કાલે પૉઝિટિવ આવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

બીજેપીના ભ‌િવંડીના સંસદસભ્ય તથા તેમના પરિવારના ૧૦ લોકોને પાંચ દિવસ પહેલાં કોરોનાનાં લક્ષણ દેખાયાં હતાં. તેમણે કોવિડ-19 ટેસ્ટ માટેના સ્વૉબ સૅમ્પલ સ્થાનિક હૉસ્પિટલમાં મોકલ્યા હતા. દસમાંથી ૮ લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.

થાણે જિલ્લામાં કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત થયા બાદથી સંસદસભ્ય સતત બાવન દિવસ સુધી જિલ્લા પ્રશાસનની ટીમ સાથે ભિવંડી, શાહપુર, કલ્યાણ વગેરે વિસ્તારમાં સહભાગી થયા હતા. તેમની સાથે તેમના પરિવારજનોને કોરોનાનું સંક્રમણ થવાથી બધા ચોંકી ઊઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે થાણે તથા આસપાસના વિસ્તારના અનેક વિધાનસભ્ય, પ્રધાન અને નગરસેવકો કોરોનામાં સપડાઈ ચૂક્યા છે. જોકે તેમણે લક્ષણ દેખાયા બાદ તરત જ ટેસ્ટ કરાવીને તાત્કાલિક સારવાર કરાવતાં કોરોનાના સંકટમાંથી બહાર આવી ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK