મુંબઈ : સ્કૂલ-કૉલેજમાં માસ્ક ફરજિયાત નહીં

Published: Mar 11, 2020, 07:34 IST | Pallavi Smart | Mumbai

એજ્યુકેશન કમિશનરે શાળાઓને ભય ફેલાવ્યા વગર રોગચાળા વિશે માહિતી આપવાનું જણાવ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાના અનુસંધાનમાં સાવચેતી અને સલામતીનાં પગલાં બાબતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચન બહાર પાડ્યા પછી કેટલીક શાળાઓએ એ બાબતે ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે કમિશનર ઑફ એજ્યુકેશને બહાર પાડેલા સર્ક્યુલરમાં વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાની ફરજ નહીં પાડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ પણ કૉલેજો માટે સૂચના બહાર પાડી છે.

આ પણ વાંચો : મુંબઈ: ઓલા-ઉબર પીક-અવર્સ દરમ્યાન મન ફાવે એવું ભાડું નહીં લઈ શકે

એજ્યુકેશન કમિશનરના સર્ક્યુલરમાં ભય ફેલાવ્યા વગર રોગચાળા વિશે માહિતી આપવા અને જાગૃતિ ફેલાવવાની સૂચના આપવામાં આવી છે. બાળકોને વારંવાર સારી રીતે હાથ ધોવા, છીંક કે ખાંસી આવે ત્યારે ટિશ્યુપેપર વડે મોઢું ઢાંકવા, વારંવાર આંખ-નાક અને મોઢાને સ્પર્શ નહીં કરવા, ભીડ હોય એવા ઠેકાણે નહીં જવા તેમ જ બીમાર વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવાની સૂચના પણ સર્ક્યુલરમાં આપવામાં આવી છે. આ પ્રકારની સૂચના યુનિવર્સિટીઓ અને કૉલેજોને યુજીસી તરફથી અપાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK