મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ચેપનું પરીક્ષણ 60માંથી 56 લોકોમાં નેગેટિવ

Published: Feb 17, 2020, 08:01 IST | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકાને કારણે અલગ વૉર્ડમાં રાખવામાં આવેલા ૬૦માંથી ૫૬ જણના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકાને કારણે અલગ વૉર્ડમાં રાખવામાં આવેલા ૬૦માંથી ૫૬ જણના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને એમાંથી ૫૦ જણને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. બાકી રહેલા ચાર જણના રિપોર્ટ આવવાના હજી બાકી છે, જે આગામી બે-ત્રણ દિવસમાં આવી જશે. 

ફિલિપીનો ક્રૂઝ જહાજમાંથી મુંબઈ ઊતરનાર એક વ્યક્તિએ કફ અને તાવની ફરિયાદ કરતાં તેને અલગ રાખવામાં આવ્યો હતો. જોકે તેની ટેસ્ટનું પરિણામ પણ નેગેટિવ આવ્યું છે એમ જણાવતાં અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આ શિપ હાલમાં ગુજરાતના પોરબંદર પહોંચી છે.

મહારાષ્ટ્ર સરકારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ૧૮ જાન્યુઆરી ૨૦૨૦થી અત્યાર સુધીમાં મુંબઈ નૅશનલ ઍરપોર્ટ પર કુલ ૩૬૦૨૮ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ચીનથી કોવિન-૧૯થી અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ૨૧૬ લોકો આવ્યા હતાં, જેમાંના ૧૩૭ લોકોએ ૧૪ દિવસનો ફૉલોઅપ સમયગાળો પૂરો કરી લીધો છે. 

આ પણ વાંચો : મ્હાડા હવે 3 થી 4 લાખના નેનો ઘર બનાવશેઃ જિતેન્દ્ર આવ્હાડ

દરમ્યાન ચીનમાં કોરોના વાઇરસથી મરણાંક ૧૬૬૫ પર પહોંચ્યો છે તથા વાઇરસની અસર હેઠળ કુલ ૬૮,૫૦૦ કેસ નોંધાયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK