Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમાં રોલ આપવાને બહાને કરી બનાવટી ડિરેક્ટરે સેક્સની ડિમાન્ડ

ફિલ્મમાં રોલ આપવાને બહાને કરી બનાવટી ડિરેક્ટરે સેક્સની ડિમાન્ડ

23 August, 2016 03:09 AM IST |

ફિલ્મમાં રોલ આપવાને બહાને કરી બનાવટી ડિરેક્ટરે સેક્સની ડિમાન્ડ

ફિલ્મમાં રોલ આપવાને બહાને કરી બનાવટી ડિરેક્ટરે સેક્સની ડિમાન્ડ


Ragini Nagar filed the complaint yesterday (right) Ayan Mukerji has denied the allegation against him

શિવા દેવનાથ

ઓશિવરાના પ્રોડક્શન-હાઉસની ૪૫ વર્ષની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર રાગિણી નાગરને ફેસબુક-અકાઉન્ટ પર સતત મેસેજ મોકલવા અને મૂવીમાં કામ જોઈતું હોય તો તેની સાથે શારીરિક સંબંધ માટેની માગણીના મેસેજ મોકલવાના આરોપસર રાગિણીએ જાણીતા ડિરેક્ટર અયાન મુખરજી વિરુદ્ધ ઓશિવરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાગિણીએ ફેસબુક પર પોસ્ટ કરાયેલી ડીટેલ પણ પોલીસને સબમિટ કરી છે.

દિલ્હીની રાગિણી નવ વર્ષથી મુંબઈમાં રહે છે. બુધવારે તેના ફેસબુક-અકાઉન્ટ પર ડિરેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપતા અયાન મુખરજીના નામના અકાઉન્ટ પરથી મેસેજ મળ્યો હતો. મેસેજમાં એવું જણાવાયું હતું કે તે એક મૂવી પર કામ કરી રહ્યો છે અને એમાં લીડ રોલ માટે સારા પાત્રની શોધમાં છે. એ પછી બન્નેએ એકબીજા સાથે અનેક વાર ચૅટિંગ કર્યા બાદ અયાને પૂછ્યુ હતું કે જો હું કામ આપું તો મને શું મળશે? એ સિવાયના પણ કૉમ્પ્રોમાઇઝવાળા અનેક મેસેજ તેણે મોકલ્યા હતા ત્યારે રાગિણીએ ઓશિવરા પોલીસનો સંપર્ક કર્યો હતો.

ગુરુવારે રાગિણીએ ફરી પોતાનું ફેસબુક-અકાઉન્ટ ઓપન કર્યું ત્યારે અયાનનું ફેસબુક અકાઉન્ટ બંધ થયું હોવાનું તેને જણાયું હતું અને બે દિવસ પછી રાગિણીએ બન્ને વચ્ચે થયેલા બધા મેસેજ પબ્લિકમાં પોસ્ટ કર્યા હતા. જે અયાન મુખરજી રાગિણી સાથે ચૅટ કરતો હતો એ અકાઉન્ટ ફેક હતું કે સાચું એવી શંકા થતાં રાગિણીએ તપાસ કરવા માટે અયાન મુખરજીના વૉટ્સઍપ-નંબર પર મેસેજ મોકલ્યો હતો, પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નહોતો.

અયાન મુખરજીનો સંપર્ક કરતાં તેણે કોઈની સાથે ચૅટ કરી ન હોવાની અને તેણે કોઈ મહિલાને મેસેજ મોકલ્યા ન હોવાની ખાતરી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2016 03:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK