ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યા માટે સરકારે બનાવી નિષ્ણાતોની સમિતિ
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના અધ્યક્ષપદે ટ્રાફિક વિભાગના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર રહેશે, જ્યારે એના સભ્યોમાં મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી, મુંબઈ પોલીસ અને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ૨૫ સપ્ટેમ્બરની એની પહેલી મીટિંગમાં સ્પેશ્યલ પાર્કિંગ ઑથોરિટી બનાવવાનું નક્કી થઈ ગયું છે. આ કમિટી સમસ્યાનું નિરાકરણ કરવા માટે પ્રયાસ કરશે અને ફરિયાદો કરવા માટે ઈ-મેઈલ ઍડ્રેસ અને ફોન-નંબર પણ જાહેર કરવામાં આવશે.