પેટ્રોલના ભાવ વધવાથી CNG કિટ બેસાડવા મોટરિસ્ટોનો ધસારો

Published: 21st October, 2012 04:40 IST

પેટ્રોલના ભાવમાં અવારનવાર થતા ધારાને કારણે હવે વધુ ને વધુ મોટરિસ્ટો પેટ્રોલના વિકલ્પ તરીકે સીએનજીની કિટ બેસાડી રહ્યા છે.

છેલ્લા પંદર દિવસમાં સીએનજી કિટની ડિમાન્ડ બમણી થઈ ગઈ છે. સીએનજી કિટ બેસાડનારા ડીલરોનું કહેવું છે કે ૫૨,૦૦૦ રૂપિયાની આ કિટ બેસાડ્યા પછી છથી આઠ મહિનામાં એનો ખર્ચો પેટ્રોલમાં થતી બચતને કારણે સરભર કરી શકાય છે. જોકે સીએનજી કિટ બેસાડનારા મોટરિસ્ટોનું કહેવું છે કે ‘સીએનજી સપ્લાય કરતા પેટ્રોલ-પમ્પની સંખ્યા ઓછી છે એને કારણે એ ભરાવવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઉપરાંત ઘણી વાર પેટ્રોલ-પમ્પ પર સીએનજીનું પ્રેશર ઓછું હોય છે એટલે એ ભરાવવામાં પણ સમય વેડફાતો હોય છે.’

મહાનગર ગૅસ લિમિટેડે સીએનજીના પ્રૉબ્લેમ વિશે કહ્યું હતું કે હાલમાં અમે ૧૫૨ પેટ્રોલ-પમ્પ પર સીએનજી ભરવાની સુવિધા આપી રહ્યા છીએ જે વધારીને ૨૧૦ પેટ્રોલ-પમ્પ કરવાનું વિચારી રહ્યા છે.

સીએનજી = કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK