પશ્ચિમી પરાંઓમાં ઘરફોડીના બનાવોમાં ખાસ્સો વધારો થયો

Published: Dec 30, 2011, 08:14 IST

ડિસેમ્બર સુધીમાં પશ્ચિમી પરાં બોરીવલી, દહિસર અને કાંદિવલીમાં ઘરફોડીના બનેલા ચાર બનાવમાં ૧૯ લાખ રૂપિયાથી વધુની માલમતાની ઉઠાંતરી થઈ હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસ કમર કસી રહી છે.દહિસર-ઈસ્ટના વીર સાવરકરનગર ખાતેના શ્રીનગર અપાર્ટમેન્ટમાં રહેતાં અમિતા કેતન ઠક્કર કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર સાંઈનગરમાં ધુમિત એન્ટરપ્રાઇઝ નામનું ગોદામ ધરાવે છે. ૨૩ ડિસેમ્બરની મધરાતે કેટલાક શખ્સો ગોદામનું તાળું ખોલીને એમાંથી ૯૫,૦૦૦ રૂપિયા રોકડા તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ગુડનાઇટ કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ મળીને કુલ ૫.૯૫ લાખ રૂપિયાની માલમતા લઈ નાસી ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK