કોરોના સામેની લડતમાં નાગરિકોને સામેલ કરવાનો મુખ્ય પ્રધાનનો અનુરોધ

Published: Jul 10, 2020, 11:29 IST | Agencies | Mumbai

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કોરોના રોગચાળા સામેની લડતમાં રાજ્યના નાગરિકોને સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કોરોના રોગચાળા સામેની લડતમાં રાજ્યના નાગરિકોને સામેલ કરવાનો અનુરોધ કર્યો હતો. એ માટે સ્થાનિક પ્રશાસનને પરિસ્થિતિના નિગરાણી અને નિયંત્રણ માટે દરેક શહેરમાં સિટિઝન્સ વિજિલન્સ કમિટીઝ રચવા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. થાણે જિલ્લાની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના કમિશનર્સ જોડે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘જિલ્લામાં કોરોના રોગચાળાના પ્રતિકાર માટે વ્યાપક પ્રમાણમાં સવલતો ઊભી કરવાના નિર્દેશો વારંવાર અપાયા હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રો એના અમલ તરફ પૂરતું ધ્યાન આપતાં નથી.’

બે-ત્રણ અઠવાડિયાંમાં થાણે-પાલઘર જિલ્લામાં કોરોના કેસિસમાં વૃદ્ધિના અનુસંધાનમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કોવિડ-19 સામેની લડાઈ નાગરિકો સંકળાયા વગર સરકાર માટે એકલે હાથે શક્ય નથી. આઝાદીની લડતમાં સ્વાતંત્ર્યની કટિબદ્ધતાને જનસમુદાયના સમર્થનને કારણે બળ પ્રાપ્ત થયું હતું. તાજેતરમાં લોકોએ સ્વયંસ્ફૂર્ત રીતે ચીની માલસામાનના બહિષ્કારનો નિર્ણય લીધો અને મક્કમ નિર્ધારનો નક્કર સંદેશ આપ્યો હતો. આ અભિયાનમાં ઉદ્યોગગૃહો અને સામાજિક સંસ્થાઓને સાંકળી શકાય. નાગરિકોને સાંકળવા માટે રચાતી વિજિલન્સ કમિટીઝના સભ્યો વૃદ્ધ દરદીઓની અન્ય બીમારીઓ, તેમના ઑક્સિજન લેવલ, તેમના વિસ્તારમાં સ્વચ્છતા, આડોશપાડોશના વિસ્તારોના લોકોની બીમારીઓ, લોકો માસ્ક પહેરે છે કે નહીં એવી બાબતોનું ધ્યાન રાખી શકે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK