Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: સેન્ટ્રલાઇઝ્‍ડ ડેટાના અભાવે આરતીના કેસનો ઉકેલ લંબાયો ન હોત તો...

મુંબઈ: સેન્ટ્રલાઇઝ્‍ડ ડેટાના અભાવે આરતીના કેસનો ઉકેલ લંબાયો ન હોત તો...

03 February, 2020 10:00 AM IST | Mumbai
Faizan Khan

મુંબઈ: સેન્ટ્રલાઇઝ્‍ડ ડેટાના અભાવે આરતીના કેસનો ઉકેલ લંબાયો ન હોત તો...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જીઆરપીની સત્તાવાર વેબસાઇટ પર અકસ્માત થયો એ જ દિવસે આરતી રીઠાડિયાનો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો, જ્યારે નેહરુનગર પોલીસ-સ્ટેશને ઘટનાનાં લગભગ બે અઠવાડિયાં પછી આરતી ગુમ થયાનો કેસ અપલોડ કર્યો હતો. બે પોલીસ-સ્ટેશનો વચ્ચે સુમેળનો અભાવ કે પછી સેન્ટ્રલાઇઝ્‍ડ ડેટા ન હોવાને કારણે જે કેસ તત્કાળ ઉકેલાઈ જવો જોઈતો હતો એ લંબાઈ ગયો હતો. કેસ સત્વર સૉલ્વ થયો હોત તો આરતીના પપ્પાનો જીવ બચી ગયો હોત.

aarti



આરતી રીઠાડિયા અને પપ્પા પાંચારામ


૧૭ વર્ષની આરતી ગુમ થઈ એની તપાસમાં નેહરુનગર પોલીસ-સ્ટેશનના ઍડિશનલ કમિશનર લખમી ગૌતમ અને ઝોનલ ડીસીપી શશીકુમાર મીણાની બેદરકારી ઊડીને આંખે વળગે એવી છે. નેહરુનગર પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ તેમણે આરતીને શોધવાના તમામ બનતા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે એસઓપીનું પાલન નહોતું કર્યું એ સ્પષ્ટ જણાઈ આવે છે.

manju


આરતીની મમ્મી મંજુ રીઠાડિયા

ઓળખાયા વિનાના મૃતદેહોની સાઇટ પર ક્લિક કરવાથી માત્ર ૪૫ સેકન્ડની અંદર તમારી સામે ગુમ થયેલા લોકોની ઝીણામાં ઝીણી વિગત આવી જાય છે, પરંતુ જીઆરપી અને નેહરુનગર પોલીસ-સ્ટેશન વચ્ચેના સંકલનના અભાવે કેસ ખેંચાઈ
ગયો તેમ જ હતાશાની ગર્તામાં સરી પડેલા આરતીના પપ્પાએ આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો : મુંબઈ: આપણી લોકલ ટ્રેનોને આજે 95 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે

આરતીની મમ્મી મંજુ રીઠાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો પોલીસોએ વ્યવસ્થિત કાર્યવાહી કરી હોત અને એસઓપીને અનુસર્યા હોત તો આરતી ગુમ થઈ એ જ દિવસે તેના મૃતદેહના ફોટો સાથે અમારા સુધી પહોંચ્યા હોત તો આજે કદાચ મારા પતિ જીવતા હોત.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 10:00 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK