Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મહાનગરપાલિકાના ડિફૉલ્ટર, પાણીનાં બિલ બાકી

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મહાનગરપાલિકાના ડિફૉલ્ટર, પાણીનાં બિલ બાકી

07 July, 2019 10:00 AM IST | મુંબઈ

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મહાનગરપાલિકાના ડિફૉલ્ટર, પાણીનાં બિલ બાકી

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મહાનગરપાલિકાના ડિફૉલ્ટર, પાણીનાં બિલ ભરવાના બાકી

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે મહાનગરપાલિકાના ડિફૉલ્ટર, પાણીનાં બિલ ભરવાના બાકી


મુંબઈ મહાનગરપાલિકાના નિયમો શું દરેક માટે જુદા-જુદા છે એવો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે મહાનગરપાલિકાની હદમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેનાં કરોડો રૂપિયાનાં પાણીનાં બિલ ભરવાનાં બાકી છે અને એને કારણે મહાનગરપાલિકાએ એમને ડિફૉલ્ટર જાહેર કર્યાં છે. સામાન્ય જનતા પાણીનું બિલ ન ભરે તો પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવે છે તો પછી રેલવે વિભાગ પાસેથી પાણીનું ૪૨૯ કરોડ ૮૪ લાખ ૯ હજાર ૩૬ રૂપિયા બિલ કઈ રીતે બાકી રાખવામાં આવ્યું? પાણીનું આટલા મોટા પ્રમાણમાં બિલ બાકી હોવાથી મહાનગરપાલિકાએ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેને ડિફૉલ્ટર લિસ્ટમાં નાખ્યાં છે. આ પહેલાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને અન્ય પ્રધાનોનાં સરકારી આવાસનું પાણીનું ૮ કરોડ રૂપિયાનું બિલ ભરવાનું બાકી હોવાનું સામે આવતાં એ ચર્ચાનો વિષય બન્યું હતું.

આ વિશે માહિતી મેળવનાર માહિતી અધિકાર કાર્યકર શકીલ અહમદ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં આરટીઆઇ દ્વારા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી પાણીનાં બિલ બાકી હોય એ વિશે માહિતી માગી હતી. મહાનગરપાલિકાની હદમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેનું ૪૨૯ કરોડ ૮૪ લાખ ૯ હજાર ૩૬ રૂપિયાનું બિલ ભરવાનું બાકી છે. દરમ્યાન સેન્ટ્રલ રેલવેનાં ૧૭૮ અને વેસ્ટર્ન રેલવેનાં ૧૯૬ પાણીનાં કનેક્શન ડિફૉલ્ટર યાદીમાં નાખવામાં આવ્યાં છે. એ મુજબ સેન્ટ્રલ રેલવેનું ૧૮૮ કરોડ ૫૩ લાખ ૯૪ હજાર ૪૧૪ રૂપિયા અને વેસ્ટર્ન રેલવેનું ૨૪૧ કરોડ ૩૦ લાખ ૧૪ હજાર ૭૨૨ રૂપિયાનું પાણીનું બિલ બાકી હોવાનું જણાયું છે. જાહેર બાંધકામ વિભાગની જેમ રેલવે વિભાગ પણ પાણીનાં બિલની રકમ ભરશે કે નહીં એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે પ્રશ્ન એ પણ છે કે આ રકમ લગભગ ત્રણથી ચાર મહિનાની છે અને એ પણ ફક્ત મુંબઈ મહાનગરપાલિકાની. તો પછી અન્ય મહાનગરપાલિકાની કેટલી રકમ બાકી હશે?’



છેલ્લાં ૧૦ વર્ષના સ્યુએજ ચાર્જિસ લગાડ્યા છે, પાણીનું અમારું કોઈ બિલ બાકી નથીઆ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પૉલિસી ઇશ્યુ છે અને આ વિશે મહાનગરપાલિકા સાથે બેઠક કરીને વાતચીત કરવામાં આવી છે. છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી સ્યુઅરેજ ચાર્જિસ લગાડવામાં આવ્યા છે અને એનું ઇન્ટરેસ્ટ લગાડેલું દેખાય છે, પરંતુ પાણીનું અમારું કોઈ બિલ બાકી નથી.’ જ્યારે સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાને સતત ફોન કર્યા છતાં તેમણે ફોન રિસીવ નહોતો કર્યો.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 10:00 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK