Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાયખલા રેલવે સ્ટેશનનું થશે હેરિટેજ રિસ્ટોરેશન

ભાયખલા રેલવે સ્ટેશનનું થશે હેરિટેજ રિસ્ટોરેશન

21 July, 2019 11:45 AM IST | મુંબઈ

ભાયખલા રેલવે સ્ટેશનનું થશે હેરિટેજ રિસ્ટોરેશન

ભાયખલા રેલવે સ્ટેશનનું થશે હેરિટેજ રિસ્ટોરેશન

ભાયખલા રેલવે સ્ટેશનનું થશે હેરિટેજ રિસ્ટોરેશન


સેન્ટ્રલ રેલવેના સૌથી જૂના સ્ટેશન તરીકે ભાયખલા રેલવે સ્ટેશનનો ઇતિહાસ છે. ૧૮૫૩ના વર્ષમાં લાકડાના બાંધકામથી બનેલા આ સ્ટેશન પરથી પહેલી ટ્રેન થાણે માટે રવાના થઈ હતી. આ સ્ટેશનને હેરિટેજ સ્ટેશનનો દરજ્જો હોઈ શનિવારે કેન્દ્રીય રેલવે પ્રધાનને હસ્તે આ રેલવે સ્ટેશનના પુનર્બાંધકામને ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશનનું રિસ્ટોરેશન સાયના એનસીની બિનસરકારી સંસ્થા આઈ લવ માય મુંબઈના નેજા હેઠળ અને બજાજ ગ્રુપ ચૅરિટેબલની સહાયથી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે મ્હાડાના ચૅરમૅન મધુ ચવ્હાણ, વિધાનસભ્ય રિયાઝ પઠાન, મિનલ અને નીરજ બજાજ, આર્કિટેક્ટ આભા લાંબા, સેન્ટ્રલ રેલવેના વધારાના જનરલ મેનેજર બદરીનારાયણ મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસી તેમ જ અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં સાયના એનસીએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે કામ તો બધા હાથ ધરવા માગતા હોય છે, પણ તેની પહેલ કોઈ કરતું નથી અને પૈસાની વાત આવે છે ત્યાં બધા પાછળ પગલાં ભરતાં હોય છે. આ કામને હાથ ધરવાની પહેલ મારી સંસ્થાએ કરી હતી અને એ માટે તમામ સહાય બજાજ ગ્રુપે આપી હતી. જોકે હેરિટેજ આર્કિટેક્ટ આભા લાંબાએ પણ આ કામ સમયસર પૂરું થાય એ માટે ઘણી સહાય આપી છે.’



કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પોતાના વક્તવ્ય પહેલાં ગોવંડીમાં મકાન હોનારતમાં માર્યા ગયેલા પરિવારજનોને સાંત્વન આપ્યું હતું અને ત્યાર બાદ શીલા દીક્ષિતના નિધન માટે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. સ્ટેશનના રિસ્ટોરેશન અંગે તેમણે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘ભાયખલા સ્ટેશન ખૂબ મહત્ત્વનું સ્ટેશન છે. ૧૮૫૩માં આ સ્ટેશન માત્ર લાકડાથી બનેલું હતું. આજે ૧૬૬ વર્ષ બાદ આઈ લવ મુંબઈ સંસ્થા અને બજાજ ગ્રુપના સહકારથી આ સ્ટેશન રિસ્ટોરેશનના પ્રોજેક્ટને હાથમાં લેવામાં આવ્યો છે એ આનંદની વાત છે. કાર્યક્રમના અંતે બે વર્ષ બાદ ભાયખલા રેલવે સ્ટેશન કાયાપલટ કરાયા બાદ કેવું દેખાશે તેની પ્રતિકૃતિ પણ દેખાડવામાં આવી હતી.


આ પણ જુઓઃ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો

કયું કામ હાથ ધરવામાં આવશે


ભાયખલા સ્ટેશન પર જે કામ હાથ ધરાવાનું છે તેમાં મુખ્ય પ્રવેશદ્વાર પ્લૅટફૉર્મ નંબર ૧નું સૌંદર્યીકરણ તેમ જ લાઈટિંગ. દાદર તરફના બહાર જવાના ગેટને પુનર્સ્થાપિત કરવાના, ગાર્ડન એરિયાને પુનઃસ્થાપિત કરીને સુંદર બનાવવાના, તમામ દીવાલ, એફઓબી અને ગ્રિલને ચકચકિત બનાવવાના, સામાન્ય અને દિવ્યાંગજન લોકો માટેના શૌચાલયને ફરી નવું બનાવવાના, બેંચો નવી બેસાડવાના અને સ્ટેશન પર એલઈડી લાઈટ બેસાડવા સહિતના અનેક કામોનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 11:45 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK