નાગપુરના ટાઇગર સુલતાનની ટૂંક સમયમાં બોરીવલીના નૅશનલ પાર્કમાં પધરામણી

Published: Dec 03, 2019, 12:59 IST | Ranjeet Jadhav | Mumbai

જો બધું ગણતરી મુજબ થશે તો ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સુલતાન નામનો વાઘ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં હશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જો બધું ગણતરી મુજબ થશે તો ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સુલતાન નામનો વાઘ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં હશે. એસજીએનપીના પ્રખ્યાત ટાઇગર સફારી પાર્કમાં વાઘની વસ્તી વધારવાના હેતુથી સુલતાનને નાગપુરથી અહીં લાવવામાં આવી રહ્યો છે. એસજીએનપીનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે વાઘને મુંબઈ લાવવા માટેની તમામ આવશ્યક પરવાનગી મેળવવામાં આવી છે અને એ માટે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીનાં ધોરણો અનુસાર પાંજરું પણ તૈયાર કરવામાં આવ્યું છે.

દેશના સૌથી વધુ વાઘ ધરાવતા અને પ્રખ્યાત ટાઇગર સફારી માટે મશહુર એસજીએનપીમાં સૌથી વધુ મુલાકાતીઓ આવે છે. પાર્કમાં આવતા મુલાકાતીઓને મુક્ત ફરતા વાઘ જોવા મિની બસમાં જંગલમાં લઈ જવામાં આવે છે. એસજીએનપીમાં હાલમાં પાંચ રૉયલ બેંગાલ ટાઇગર છે જેમાં સૌથી વધુ વય ધરાવતી ૧૮ વર્ષની બસંતી, ૮ વર્ષની બીજલી અને મસ્તાની, ૯ વર્ષની લક્ષ્મી અને ૧૦ વર્ષના આનંદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભાઇંદરમાં સેક્સ-વર્કરોના ત્રાસથી લોકો પરેશાન

હાલમાં સુલતાન ફૉરેસ્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર દ્વારા સંચાલિત ગોરેવાડા ઝૂમાં રહી રહ્યો છે. યોજનાનુસાર સુલતાનને ૮૦૦ કિલોમીટરનું અંતર કાપીને સુરક્ષિતપણે એસજીએનપી લાવવામાં ચાર દિવસનો સમય લાગશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK