Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : બીએમસી કરતાં બેસ્ટના કર્મચારીઓને ઓછું બોનસ

મુંબઈ : બીએમસી કરતાં બેસ્ટના કર્મચારીઓને ઓછું બોનસ

05 November, 2020 07:22 AM IST | Mumbai
Rajendra B Aklekar

મુંબઈ : બીએમસી કરતાં બેસ્ટના કર્મચારીઓને ઓછું બોનસ

લૉકડાઉન દરમ્યાન આવશ્યક સેવાના કર્મચારીઓના આવાગમનમાં બેસ્ટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

લૉકડાઉન દરમ્યાન આવશ્યક સેવાના કર્મચારીઓના આવાગમનમાં બેસ્ટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.


બેસ્ટના કર્મચારીઓને ૧૦,૧૦૦ રૂપિયાનું દિવાળી બોનસ ચૂકવવામાં આવ્યું છે, જે બીએમસીના કર્મચારીઓને ચૂકવવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયા કરતાં ૪૯૦૦ રૂપિયા ઓછું છે. બોનસમાં આટલી મોટી રકમના ફરકથી ટ્રેડ યુનિયનો રોષે ભરાયા છે, બેસ્ટની બસો રસ્તા પર દોડી રહી હોવાથી જ બીએમસીના કર્મચારીઓ તેમના કામનાં સ્થળોએ પહોંચી શક્યા હોવાનું જણાવતાં તેમણે આ ભેદભાવને અન્યાય ગણાવ્યો છે. બોનસની જાહેરાત મેયર કિશોરી પેડણેકરે કરી છે.

યુનિયનોનું કહેવું છે કે ગયા વર્ષે પણ બીએમસીના કર્મચારીઓને મળેલા લગભગ ૧૫,૦૦૦ રૂપિયાના બોનસ સામે બેસ્ટના કર્મચારીઓને લગભગ ૫૯૦૦ રૂપિયા ઓછું એટલે કે ૯૧૦૦ રૂપિયા બોનસ મળ્યું હતું. આ ભેદભાવ છે, હવે બેસ્ટ બીએમસીનો એક હિસ્સો છે.

આપણે બધા જ જાણીએ છીએ કે બેસ્ટના કર્મચારીઓએ બસ સેવા ચાલુ રાખી હતી અને ફરજ બજાવતાં અનેક કર્મચારીઓ મૃત્યુ પણ પામ્યા હતા, તેમ છતાં તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. બેસ્ટના કર્મચારીઓએ બસ સેવા ચાલુ ન રાખી હોત તો કોઈ પોતાની ઑફિસ પહોંચી શક્યું ન હોત એમ બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિના ટ્રેડ યુનિયન નેતા શશાંક શરદ રાવે કહ્યું હતું.



અમે બીએમસીના સ્ટાફ સાથે સમાનતાની માગણી કરતાં આ વર્ષના બોનસ તેમ જ ગયા વર્ષના બોનસના તફાવતની રકમની ચુકવણી માગીએ છીએ.


બેસ્ટના અધિકારીઓએ કહ્યું હતું કે લૉકડાઉન લાગુ થયા બાદ રેલવેએ તેની સેવા બંધ રાખી હતી પરંતુ બેસ્ટે તેની સેવાઓ અટકાવી નથી. તેના કારણે જ આવશ્યક સેવાના કર્મચારીઓ તેમના કામના સ્થળે પહોંચી શક્યા હતા. સમયાંતરે બેસ્ટે તેની સેવામાં વધારો પણ કર્યો હતો. આજની તારીખે બેસ્ટના કાફલાની તમામ ૩૪૦૦ બસ મુસાફરો માટે દોડાવવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2020 07:22 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK