મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અબ્દૂલ રહેમાન મક્કીની ધરપકડ

Published: May 15, 2019, 17:54 IST

મક્કી પર આરોપ છે કે તેણે પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદીઓ પર ઉઠાવવામાં આવેલા સ્ટેપ્સ બદલ અને અભદ્ર વાતોનો ઉપયોગ કર્યો હતો. આ એક્શન ફાઈનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા લેવામાં આવી હતી.

અબ્દૂલ રહેમાન મક્કીની ધરપકડ
અબ્દૂલ રહેમાન મક્કીની ધરપકડ

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના સાળા પાકિસ્તાન સરકારની આલોચના કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. અબ્દૂલ રહેમાન મક્કીને સરકાર દ્વારા ગેરકાનૂની સંગઠનો પર કાર્યવાહી દરમિયાન વિરોધના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે.

મક્કી પર આરોપ છે કે તેણે પાકિસ્તાન સરકાર દ્વારા આતંકવાદીઓ પર ઉઠાવવામાં આવેલા સ્ટેપ્સ બદલ અને અભદ્ર વાતોનો ઉપયોગ કર્યો હતો. આ એક્શન ફાઈનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા લેવામાં આવી હતી. આ સંસ્થાને 2001માં બનાવવામાં આવી હતી જે કાળા ધન સામે એક્શન લે છે. આ સંગઠનનું બેઝ પેરિસમાં આવેલુ છે અને આતંકવાદી ફન્ડિંગ પર નજર રાખે છે અને ચેતવણી આપી તેની પર કડક એક્શન પણ લે છે.

આ પણ વાંચો: CRPF ન હોત તો બચવું હતું મુશ્કેલઃ અમિત શાહ

રિપોર્ટ્સ અનુસાર મક્કીની મેન્ટેન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટના અંતર્ગત ધકપકડ કરાઈ છે અને લાહોર જેલમાં મોકલવામાં આવ્યો છે. ભારતની માંગ પર 2010માં મક્કીને આતંકવાદી જાહેર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK