કાલિનામાં આવેલી મુંબઈ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટનો કેવો વિચિત્ર કારભાર

Updated: Dec 30, 2019, 08:59 IST | Pallavi Smart | Mumbai

પાણી પીવું હોય તો જવું પડે ટૉઇલેટમાં : કૅમ્પસના યુએમએલએ ડિપાર્ટમેન્ટના પહેલા માળે પુરુષોના વૉશરૂમમાં અને બીજા માળે આવેલા મહિલાઓના વૉશરૂમમાં કૂલર મૂકવામાં આવ્યું છે

પુરુષો અને મહિલાઓના વૉશરૂમમાં મૂકવામાં આવેલાં વૉટર-કૂલર્સ
પુરુષો અને મહિલાઓના વૉશરૂમમાં મૂકવામાં આવેલાં વૉટર-કૂલર્સ

કાલિના કૅમ્પસમાં મુંબઈ યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટમાં જો તમે પાણી પીવા જાઓ તો તમારે શૌચાલયમાં જવું પડે. આ વિચિત્ર વ્યવસ્થામાં યુનિવર્સિટી ઑફ મુંબઈ લૉ ઍકૅડેમી (યુએમએલએ)એ શૌચાલયોની અંદર વૉટર-કૂલર્સ મૂક્યાં છે.

સૌથી પ્રતિકૂળ સ્થળે આ વૉટર-કૂલર્સ મૂકવામાં આવ્યાં હોવા ઉપરાંત એની સાથે ફિલ્ટર પણ અટેચ કરવામાં આવ્યું નથી જેને કારણે વિદ્યાર્થીઓએ કૅમ્પસના અન્ય બિલ્ડિંગમાં જવાની ફરજ પડે છે. આ બેહદ અસુવિધાજનક વ્યવસ્થા યુએમએલએ બિલ્ડિંગના પહેલા માળે પુરુષોના વૉશરૂમમાં અને બીજા માળે મહિલાઓના વૉશરૂમમાં ગોઠવવામાં આવી છે.

કાયદાશાસ્ત્રના અભ્યાસક્રમોની વધતી માગના પરિણામે આ વિભાગ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. જોકે પ્રારંભથી જ યુએમએલએ પૂર્ણકાલીન ડિરેક્ટરના અભાવથી લઈને અપૂરતા સ્ટાફ તથા માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રશ્નો સહિતના ઘણા વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ઊંચી ફી ચૂકવીને અહીં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને વૉટર-કૂલર વિશે જાણીને આંચકો લાગ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રારંભે ડિપાર્ટમેન્ટ ફોર્ટ કૅમ્પસથી અહીં કાલિનામાં ખસેડવામાં આવ્યો હતો.

water‘અમે અન્ય વિભાગોમાં જઈએ છીએ. અમારામાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરેથી જ વૉટર-બૉટલ લાવે છે. આ ઘણું વિચિત્ર છે, કારણ કે અન્યત્ર ક્યાંય તમે શૌચાલયની અંદર પીવાના પાણીની સુવિધા નહીં જુઓ. એ શૌચાલયની નજીક હોઈ શકે, પરંતુ હંમેશાં એની બહાર હોય છે. વધુમાં યુનિવર્સિટીનાં અન્ય વૉટર-કૂલર્સથી અલગ, અહીં નળ સાથે ફિલ્ટર અટેચ કરવામાં આવ્યું નથી એમ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

કાલિના કૅમ્પસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘આવી વ્યવસ્થા પાછળનું કારણ જાણવું મુશ્કેલ છે. બિલ્ડિંગ નવું બંધાયેલું હોવાથી કૉન્ટ્રૅક્ટરોએ આ પ્રકારની વ્યવસ્થા રાખી હોય એવું બની શકે, પરંતુ સત્તાધીશો આ બાબતની નોંધ લઈને જરૂરી ફેરફાર કરે એ જરૂરી છે.

મને આ વિશે જાણ કરવામાં આવી છે. હું આગામી સપ્તાહે વિભાગની મુલાકાત લઈ રહ્યો છું અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં યોગ્ય ફેરફાર કરવામાં આવશે.

-અજય દેશમુખ, એમયુના રજિસ્ટ્રાર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK