ટેલવિન્ડને કારણે ઍરર્પોટનો મેઇન રન-વે સાડાત્રણ કલાક બંધ રહ્યો

Published: 1st November, 2011 19:43 IST

ગઈ કાલે ફૂંકાયેલા ભારે પવનને કારણે છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરર્પોટનું ફ્લાઇટ-ઑપરેશન ખોરવાઈ ગયું હતું. ટેલવિન્ડ (વાહનના પાછળના ભાગથી ફૂંકાતો પવન જે એની સ્પીડમાં વધારો કરે)ને કારણે ફ્લાઇટ-ઑપરેશન મુખ્ય રન-વે નંબર ૦૯૨૭ની જગ્યાએ સેકન્ડરી રન-વે ૧૪૩૨ પરથી કરવું પડ્યું હતું.

 

ઍર ટ્રાફિક કન્ટ્રોલના અધિકારીઓએ કહ્યું કે સેકન્ડરી રન-વે પરથી દર કલાકે ૨૮ ઉડાન જ શક્ય છે, જ્યારે મુખ્ય રન-વે પરથી દર કલાકે ૩૨ ઉડાન શક્ય છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે જો આ પવન ફૂંકાવાની ઘટના બપોરની જગ્યાએ રાત્રે થઈ હોત તો સમસ્યા વધુ વકરી હોત, કારણ કે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ નિયમ પ્રમાણે સેકન્ડરી રન-વે પર લૅન્ડ કરવાની ના પાડી દેવાઈ હોત. ટેલવિન્ડને કારણે મેઇન રન-વે ગઈ કાલે સવારે ૧૦.૪૦થી બપોરે ૨.૨૦ વાગ્યા સુધી બંધ રહ્યો હતો તેમ જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અંદાજે ૧૦ મિનિટ મોડી પડી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK