ચક્રવાત નિવાર પછી મુંબઇમાં હવાની ક્વૉલિટીમાં સુધારો

Published: 30th November, 2020 12:30 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી વેધર ફૉરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ પ્રમાણે, શનિવારે ચક્રવાત નિવાર પછી મુંબઇ માટે AQI 125 હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઇ (Mumbai)માં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ચક્રવાત નિવાર પછી નુકસાનને કારણે શનિવારે, 28 નવેમ્બરના સુધરી ગયો છે. રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી વેધર ફૉરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ પ્રમાણે, મુંબઇ માટે AQI 125 હતો. આ પહેલા ગુરુવારે 26 નવેમ્બરના, AQI 252 હતો જે ખરબ શ્રેણીમાં આવે છે. આ સિવાય, એક દિવસ પહેલા શહેરે 201 AQI જોયું, જેની ગણના મુંબઇ મહાનગરીય ક્ષેત્ર (MMR)માં અંશતઃ 10 સ્થળો પરથી કરવામાં આવી હતી.

ઍર ક્વૉલિટી વેધર ફૉરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના 10 સ્થળોના નિરીક્ષણ વચ્ચે, સૌથી પ્રદૂષિત મઝગાંવ 242ના એક્યૂઆઇ સાથે હતું. બીજી તરફ, પ્રદૂષિક સૌથી ઓછું 65 એક્યૂઆઇ હતું, AQI માન 100 કે તેનાથી ઓછું સામાન્ય રીતે સંતોષજનક માનવામાં આવે છે. જો કે, AQI માન 100થી ઉપર હોય તો વાયુ ગુણવત્તાને ખરાબ માનવામાં આે છે. 201થી 300 સુધી, હવાને ખૂબ જ અસ્વાસ્થ્યકર માનવામાં આવે છે, બાળકો, અસ્થમાના દર્દીઓ અને હ્રદય કે ફેફસાંની સ્થિતિવાળાને બહાર જવાનું ટાળવું જોઇએ અને અન્ય બધા લોકોએ પણ પોતાનો પરિશ્રમ ઓછો કરવો પડશે.

બીજી તરફ, જ્યારે AQI 300થી વધારે હોય છે, તો બધા માટે પરિશ્રમ કરવું જોખમકારક પુરવાર થાય છે. આ દરમિયાન, ભારતમાં હવામાન વિભાગ (IMD)ના ચક્રવાત વિભાગે પહેલા 22થી 27 નવેમ્બર સુધી બંગાળની ખાડી ઉપર ખૂબ જ ભયંકર ચક્રવાતી તોફાન નિવાર પર પ્રારંભિક રિપોર્ટ જાહેર કર્યો હતો. તામિલનાડુ અને આંધ્રપ્રદેશના પ્રમુખ ભાગ પર અસર પડી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK