મુંબઈઃ ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયું એરફોર્સનું વિમાન

Published: May 08, 2019, 17:16 IST | મુંબઈ

મુંબઈમાં ઉડાન ભરતી વખતે એરફોર્સનું વિમાન રન વેને પાર કરી ગયું. જો કે અકસ્માતમાં કોઈને ઈજા નથી થઈ.

ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયું એરફોર્સનું વિમાન
ઉડાન ભરતી વખતે રનવેને પાર કરી ગયું એરફોર્સનું વિમાન

મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરતા સમયે ભારતીય વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ રન વેને પાર કરી ગયું. મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે વિમાન મુંબઈથી બેંગાલુરૂના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન માટે જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. ઘટના બાદ એરપોર્ટના 27 નંબરના રન વેને બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ શિવસેનાનો કૉર્પોરેટર 10,000 રૂપિયાની લાંચ લેતાં પકડાયો

ઘટના બાદ રનવે ને બંધ કરી દેવામાં આવતા 50 વિમાનો પર તેની અસર પડી છે. ઘટના બાદ અનેક વિમાનોનો સમય પણ બદલી નાખવામાં આવ્યો છે. મુંબઈના છત્રપતિ શિવાજી ઈંટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે રાત્રે ડીપોર્ટ કરતા સમયે આ ઘટના બની હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK