અદાણી ઇલેક્ટ્રિસિટીના યુઝર્સને રાહત: ઇલેક્ટ્રિક બિલના પેમેન્ટ માટે ઇન્ટરેસ્ટ-ફ્રી 3 EMI

Published: Jul 10, 2020, 07:58 IST | Dharmendra Jore | Mumbai

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડના સબર્બન વપરાશકારો પાસે હવે વ્યાજમુક્ત માસિક હપ્તામાં બિલની ચુકવણી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વધતાં બિલની સમસ્યાને લીધે આ પગલું લેવામાં આવ્યું છે.

અદાણી ઇલેક્ટ્રિસિટી
અદાણી ઇલેક્ટ્રિસિટી

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડના સબર્બન વપરાશકારો પાસે હવે વ્યાજમુક્ત માસિક હપ્તામાં બિલની ચુકવણી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વધતાં બિલની સમસ્યાને લીધે આ પગલું લેવામાં આવ્યું છે.

એઈએમએલના એમડી અને સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું કે ‘વપરાશકારો હવે વ્યાજ વિનાના ત્રણ હપ્તામાં તેમના લાઇટબિલની ચુકવણી કરી શકે છે. બિલ ભરવાની છેલ્લી તારીખ પહેલાં ઈએમઆઇ પેમેન્ટ કરીને વપરાશકારો આ સુવિધાનો લાભ લઈ શકે છે. એમઈઆરસીની માર્ગદર્શિકા પ્રમાણે સરેરાશ રકમ કરતાં બમણાં વીજળીનાં બિલ મેળવનારા તમામ વપરાશકારો માટે ઈએમઆઇ સુવિધા ઉપલબ્ધ છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે ‘વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિતરણ માટેના સક્રિય માર્ગદર્શન બદલ અમે એમઈઆરસીના આભારી છીએ. એમઈઆરસી દ્વારા તાજેતરમાં પહેલી એપ્રિલથી ભાડામાં ઘટાડા વિશેની કરવામાં આવેલી જાહેરાતથી વપરાશકારોને ભારે રાહત થઈ છે. અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા માટે એમઈઆરસી સાથે મળીને સતત કામ કરી રહ્યા છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK