Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > AC ટ્રેનમાં કરો છો મુસાફરી, તો હળવું થશે તમારુ ખિસ્સું

AC ટ્રેનમાં કરો છો મુસાફરી, તો હળવું થશે તમારુ ખિસ્સું

03 June, 2019 06:42 PM IST | મુંબઈ

AC ટ્રેનમાં કરો છો મુસાફરી, તો હળવું થશે તમારુ ખિસ્સું

AC ટ્રેનમાં કરો છો મુસાફરી, તો હળવું થશે તમારુ ખિસ્સું


જો તમે એસી ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. ભારતીય રેલવેએ એસી ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. મુંબઈમાં ચાલતી એસી લોકલ ટ્રેનના ભાડામાં રેલવેએ વધારો કર્યો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 3 જૂનથી લાગુ થઈ રહ્યો છે.

ભારતીય રેલવેએ મુંબઈની સ્થાનિ એસી ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. હવે એસી ટ્રેનનું મિનિમમ ફેર 60 રૂપિયાથી વધ્યું છે. રેલવેએ આ જૂના ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે એસી ટ્રેનનું મિનિમમ ફેર હવે 65 રૂપિયા થઈ ચૂક્યુ છે. આ નવું ભાડું આજથી એટલે કે 3 જૂનથી લાગુ થઈ રહ્યું છે.



wester railway ac


ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ચાલતી એસી લોકલ ટ્રેનની શરૂઆતમાં 2 વર્ષ પહેલા એટલે કે 2017માં થઈ હતી. બે વર્ષ બાદ બીજીવાર તેના ભાડામાં વધારો કરાયો છે. એસી લોકલ ટ્રેનના ભાડામાં અત્યાર સુધી ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું હતું. હવે તે ડિસ્કાઉન્ટ હટતા ભાડામાં 8 ટકાનો વધારો નોંધાયો છે. એસી લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ભાડુ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ટ્વિટર યુઝરે IRCTCને ટ્રોલ કરવાની કોશિશ કરી તો મળ્યો જવાબ


મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી ભારતીય રેલવએ એસી ટ્રેનનો ઉપયોગ વધુ કરે તે માટે 2017થી જ ભાડામાં ડિસ્કાઉન્ટ આપ્યું હતું. આ ટ્રેનના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ભાડામાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, જેને 6 મહિના પછી ફરીથી વધારી દેવામાં આવ્યું હતું. હવે તેના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2019 06:42 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK