Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈઃપિતાની નજર સામે નવ વર્ષના દીકરાનો જીવ ગયો

મુંબઈઃપિતાની નજર સામે નવ વર્ષના દીકરાનો જીવ ગયો

19 May, 2019 10:00 AM IST | મુંબઈ

મુંબઈઃપિતાની નજર સામે નવ વર્ષના દીકરાનો જીવ ગયો

અકસ્માતનું સ્થળ

અકસ્માતનું સ્થળ


સાયન કોલીવાડામાં ગઈ કાલે બપોરે એક અકસ્માતમાં પિતાએ પોતાની નજર સામે ૯ વર્ષના દીકરાનું મૃત્યુ જોયું હતું. પિતા-પુત્ર સ્કૂટી પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે સાયનની શક્તિ એસઆરએ હાઉસિંગ સોસાયટી સામે તેમની સ્કૂટી ટ્રકની અડફેટે આવી હતી. આ અકસ્માતમાં દીકરાને ટ્રકના ટાયર નીચે કચડાતો જોતાં હાલત કપરી થઈ હતી.

મહાલક્ષ્મીના સાત રસ્તા વિસ્તારમાં રહેતાં ૩૫ વર્ષના મનીષ કનોજિયા એમના દીકરા રંજિત સાથે સ્કૂટી પર જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રંજિતને માથામાં ગંભીર ઈજા થતાં એ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પિતા મનીષને હાથમાં અને આખા શરીરમાં માર લાગ્યો હોવાથી એમને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેદરકારીને કારણે અકસ્માતને પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ૨૪ વર્ષના ટ્રક ડ્રાઇવર અજબ પાલને મારઝૂડ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા ઍન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનના જવાનોએ આરોપીને લોકોના ટોળા વચ્ચેથી છોડાવીને એની ધરપકડ કરી હતી.



આ પણ વાંચોઃ કચ્છી ડેરડેવિલ કેવલ કક્કાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 10:00 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK