મુંબઈ : કોરોના-દર્દી જાતે ડિસ્ચાર્જ લઈ મુલુંડમાં ફરી રહ્યો છે

Published: Sep 08, 2020, 09:01 IST | Shirish Vaktania | Mumbai

જાણે કંઈ થયું જ ન હોય એમ બે દિવસથી જાહેરમાં ફરતો હોવાથી લોકોના જીવ અધ્ધર

સીતારામ કાંબળે
સીતારામ કાંબળે

૮૨ વર્ષના કોરોના વાઇરસ પૉઝિટિવ દર્દીએ મુલુંડના કોવિડ સેન્ટરમાંથી જાતે ડિસ્ચાર્જ મેળવી લીધું હતું અને છેલ્લા બે દિવસથી તે શહેરની બહાર મુક્તપણે ફરતો હતો. બીએમસી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોવિડ સેન્ટરમાં આ દર્દીની વર્તણૂક યોગ્ય ન હતી અને તે ડૉક્ટરો અને અન્ય દર્દીઓને પરેશાન કરતો હતો. દર્દીએ જાતે જ સેન્ટરમાંથી રજા લઈ લીધી હતી અને લેખિતમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર તેની સઘળી મિલકત લઈ લેશે.

દર્દીની ઓળખ સીતારામ કાંબળે તરીકે કરવામાં આવી છે, જે મુલુંડમાં પરિવાર સાથે રહે છે. ૧ સપ્ટેમ્બરે કાંબળેની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી અને તેમને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. કામ્બળે ડૉક્ટરો અને અન્ય દર્દીઓને ધમકાવતા હતા કે જો તેમને રજા ન આપી તો તેઓ આહાર લેશે નહીં. મુલુંડનાં ઘણાં એનજીઓએ આ દર્દી માસ્ક અને કોઈ પણ પ્રકારની તકેદારી વિના શહેરમાં ફરતો હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ બીએમસીએ કોઈ પગલાં લીધાં ન હતાં.

સીતારામ કાંબળે કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોને ક્વૉરન્ટીન સેન્ટરમાં ઍડ્મિટ કરાયા હતા. તેઓ પાલિકાએ ઊભા કરેલા સેનરૂપ બિલ્ડિંગમાં ક્વૉરન્ટીન સેન્ટરમાં છે.

સેવારામ ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થાના અધ્યક્ષ અમીસર ભરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્થાનિક લોકો દ્વારા માહિતી મળી હતી કે કોવિડ પૉઝિટિવના દર્દી સીતારામ કાંબળેને ડિસ્ચાર્જ અપાયો છે.

અમે પાલિકાને આની જાણ કરી હતી, પરંતુ તે બે દિવસથી જાણે તેને કંઈ થયું જ ન હોય એમ ફરી રહ્યો છે. પાલિકા અને પોલીસે તેની સામે કડક હાથે કામ લેવું જોઈએ.’

મુલુંડના લોકમાન્ય ટિળક રોડ પર ફરી રહેલો કોરોનાનો દર્દી સીતારામ કાંબળે. તસવીર : રાજેશ ગુપ્તા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK