Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માહિમનાં 80 વર્ષનાં દાદી સોસાયટી અને સરકાર સામે એકલાં લડી રહ્યાં છે

માહિમનાં 80 વર્ષનાં દાદી સોસાયટી અને સરકાર સામે એકલાં લડી રહ્યાં છે

20 November, 2019 12:14 PM IST | Mumbai
Vinod Kumar Menon

માહિમનાં 80 વર્ષનાં દાદી સોસાયટી અને સરકાર સામે એકલાં લડી રહ્યાં છે

લીલી કુટિન્હો

લીલી કુટિન્હો


માહિમનાં રહેવાસી ૮૦ વર્ષનાં દાદી લીલી કુટિન્હોને કો-ઑપરેટિવ સોસાયટીઝના નાયબ રજિસ્ટ્રારે મેઇન્ટેનન્સ ચાર્જિસ નહીં ચૂકવવા બદલ રિકવરી પ્રોસિડિંગ્સની નોટિસ મોકલી છે. એક લાખ રૂપિયાથી વધારે રકમ ન ચૂકવાય તો મિલકત પર ટાંચ લાવવાની પણ તેમને ચેતવણી આપવામાં આવી છે. 

વિધવા લીલી કુટિન્હો ગયા ઑક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ ફેડરેશનના સ્પેશ્યલ રિકવરી ઍન્ડ સેલ્સ ઑફિસરે આપેલી નોટિસ બાબતે તેમની હાઉસિંગ સોસાયટી અને સરકારી તંત્ર સામે લડે છે. લીલી કુટિન્હોએ જણાવ્યું હતું કે ‘હું સમયસર મેઇન્ટેનન્સ ચાર્જિસ ચૂકવું છું છતાં સોસાયટીએ મને જાન્યુઆરી, ૨૦૧૯થી બિલ મોકલ્યાં છે. મારા કોઈ પણ વાંક વગર ૨૦૧૦માં મને દંડ અને એના ૨૧ ટકા વ્યાજની રકમની વસૂલી માટે કરવામાં આવતા દબાણ સામે મને વાંધો છે. મેં દંડ લાગુ કરવા સામે વિરોધ કર્યો અને ચૂકવવાનો ઇનકાર કર્યો છે. ૨૦૧૦થી હું દંડ ભરવાનો ઇનકાર કરતી હોવાથી એના પર વ્યાજ ચડાવવામાં આવ્યું છે. એ રકમને ડિફૉલ્ટેડ પેમેન્ટ તરીકે અને વ્યાજ ૨૧ ટકા બતાવવામાં આવે છે.’



આ પણ વાંચો : મેટ્રો કારશેડ પ્રકરણ: નવાં રોપાયેલાં વૃક્ષોમાંથી 64 ટકા સુકાઈ ગયાં


લીલી કુટિન્હોએ તેમના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટની સામે કાર-પાર્કિંગ રોકવા માટે ૨૦૧૦ દરમ્યાન બિલ્ડિંગની બહારની દીવાલ પર મેટાલિક ઍન્ગલ (એક્સ્ટેન્શન) લગાવડાવ્યું હતું. પાર્ક કરવામાં આવતી મોટરકાર તેમની બાલ્કનીની ગ્રિલને અડોઅડ રહેતી હોવાને કારણે ઘરમાં ઉંદર ઘૂસી જતા હોવાથી ૧૨ ઇન્ચનો બ્રૅકેટ-મેટાલિક ઍન્ગલ ગોઠવ્યો હોવાનું જણાવ્યું હતું. મિસિસ કુટિન્હોએ જણાવ્યું હતું કે ‘ઇગ્નિશનના ધુમાડાને કારણે પણ પરેશાની થતી હોય છે. વળી એ મેટાલિક એક્સ્ટેન્શન એક મહિનામાં ચોરાઈ ગયું હતું અને એને માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 12:14 PM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK