શહેરની 6 સ્કૂલોને સિક્યૉરિટી વધારવાનું કહેવાયું

Published: 21st December, 2014 05:35 IST

પેશાવરની સ્કૂલમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલા જેવા અટૅકની શક્યતાને ધ્યાનમાં રાખીને મુંબઈની છ સ્કૂલોને સિક્યૉરિટી વધારવા જણાવવામાં આવ્યું છે.


એ સાથે જ પોલીસ-તંત્રે રાજ્યની તમામ સ્કૂલોમાં ટાઇમ બાઉન્ડ-સિક્યૉરિટી-ઑડિટ કરવાનું પણ આયોજન કર્યું છે. સ્કૂલોમાં સિક્યૉરિટીનાં પગલાં લેવા માટે રાજ્યનાં શહેરોના પોલીસ-કમિશનરો અને જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને સૂચના આપવામાં આવી છે.

૨૬/૧૧ના હુમલા પછી ઘડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પ્રમાણે સ્કૂલોમાં સિક્યૉરિટીની વ્યવસ્થા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે બહાર પાડેલી સૂચનાના અનુસંધાનમાં આ સિક્યૉરિટી- ઑડિટ કરવાનું આયોજન કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK