ઉલ્હાસનગરની મહિલાનો મંત્રાલયમાં આત્મહત્યાનો પ્રયાસ

Published: Dec 14, 2019, 10:55 IST | Mumbai

પાંચમા માળેથી ઝંપલાવ્યું, પરંતુ સેફ્ટી નેટને લીધે બચી ગઈ : એક કેસમાં વારંવાર મંત્રાલયની મુલાકાત બાદ પણ પરિણામ ન મળતાં હતાશામાં પગલું ભર્યાની શક્યતા

મંત્રાલયમાં નેટમાં પડેલી મહિલાને બચાવી રહેલા લોકો.
મંત્રાલયમાં નેટમાં પડેલી મહિલાને બચાવી રહેલા લોકો.

મુંબઈમાં મંત્રાલયની ઇમારતમાં ગઈ કાલે ઉપરના માળેથી ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો મામલો નોંધાયો હતો. એક ૩૨ વર્ષની મહિલાએ પાંચમા માળેથી જીવન ખતમ કરવા માટે કૂદકો માર્યો હતો, પરંતુ મંત્રાલયમાં ત્રીજા અને પહેલા માળે સેફ્ટી નેટ બાંધેલી હોવાથી આ મહિલાનો જીવ બચી ગયો હતો. એક કેસના મામલે વારંવાર મંત્રાલયની મુલાકાત લીધા બાદ પણ પરિણામ ન આવતું હોવાથી હતાશામાં આ પગલું ભર્યાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે બપોરે ઉલ્હાસનગરમાં રહેતી ૩૨ વર્ષની પ્રિયંકા ગુપ્તા નામની મહિલાએ મંત્રાલયના પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રિયંકાએ ઉપરથી ઝંપલાવ્યા બાદ તે ત્રીજા માળે બાંધેલી સેફ્ટી નેટમાં પડી હતી. તેને પડેલી જોઈને લોકો તેને નેટમાંથી સલામત રીતે બહાર કાઢવા દોડી ગયા હતા અને તેને ઉગારી લીધી હતી. આ ઘટનામાં સદ્નસીબે પ્રિયંકાને કોઈ ગંભીર ‍ઈજા નહોતી પહોંચી. તેને બાદમાં મેડિકલ ચેક-અપ માટે સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાંથી તેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાઈ હતી.

આ પણ વાંચો : માહિમ સૂટકેસ મામલો : માનવ અવયવ ભરેલી ત્રીજી બૅગ મળી

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનના એક અધિકારીના કહેવા મુજબ મહિલા અને તેના પતિ સામે આઇપીસીની કલમ ૩૫૩ હેઠળ એક ગુનો નોંધાયેલો છે તે બાબતે તે મંત્રાલયમાં સંબંધિત અધિકારીને મળવા ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK