થાણેમાં ચાલતી ટ્રેનમાં સ્ટન્ટ કરતાં યુવકનું પડી જવાથી મોત

Published: Dec 31, 2019, 08:39 IST | Mumbai

થાણે જિલ્લામાં ચાલતી લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભા રહીને સ્ટન્ટ કરનારા ૨૦ વર્ષના એક યુવકનું ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ થયું હોવાનું રેલવે પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

20 વર્ષના એક યુવકનું ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ
20 વર્ષના એક યુવકનું ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ

થાણે જિલ્લામાં ચાલતી લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભા રહીને સ્ટન્ટ કરનારા ૨૦ વર્ષના એક યુવકનું ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ થયું હોવાનું રેલવે પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. ઘટનાની વિગતો જણાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘મુમ્બ્રા અને દીવા સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો અને મરનાર દિલશાદ નૌશાદ ખાનનો મિત્ર સ્ટન્ટનું રેકૉર્ડિંગ કરી રહ્યો હતો. 

આ પણ વાંચો : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ઍક્સિડન્ટમાં લોખંડની રેલિંગ પતિ-પત્નીના શરીરની આરપાર

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ખાન ટ્રેનના દરવાજામાં ફુટબોર્ડ પર ઊભો રહી કોચની મધ્યમાં આવેલો રોડ પકડીને ઝૂલી રહ્યો હતો. દરવાજા પર લટકીને સ્ટન્ટ કરતાં તેનું માથું ટ્રૅકની સાઇડ પર આવેલા થાંભલા સાથે ટકરાયું હતું. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે કામ કરી રહેલો ખાન ગોવંડીથી કલ્યાણ પાછો ફરી રહ્યો હતો. ટ્રેનમાંથી પડતાં જ તેનો મિત્ર તેને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK