કોરોનામાં સારવારને અભાવે રાજ્યમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ

Updated: 18th February, 2021 13:48 IST | Mid-day Correspondent | Mumbai

મુંબઈમાં જ રાજ્યમાં સૌથી વધારે ૧૦૯૭ નવજાત બાળકોનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને કારણે સમયસર યોગ્ય સારવાર ન મળતાં મહારાષ્ટ્રમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાયું છે. એક બિનસરકારી સંસ્થાએ માગેલી માહિતીના જવાબમાં સરકારે રાજ્યના આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં મુંબઈ, અકોલા, ઔરંગાબાદ, નાશિક, નાગપુર અને પુણે મળીને સૌથી વધુ ૪૪૧૧ નવજાત બાળકોએ દમ તોડ્યો હતો. એકલા મુંબઈમાં જ રાજ્યમાં સૌથી વધારે ૧૦૯૭, અકોલામાં ૭૮૩, ઔરંગાબાદમાં ૭૨૯, નાશિકમાં ૬૬૪, નાગપુરમાં ૫૮૭ અને પુણેમાં ૫૫૧ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

First Published: 18th February, 2021 13:21 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK